No Rain in more 3 Days in Gujarat, Says IMD
  • Home
  • Ahmedabad
  • વરસાદને લઈને ચિંતાજનક આગાહી, જગતના તાતના લલાટે ચિંતાની રેખાઓ

વરસાદને લઈને ચિંતાજનક આગાહી, જગતના તાતના લલાટે ચિંતાની રેખાઓ

 | 3:49 pm IST

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં જગતના તાતે ખેતરમાં પાકની રોપણી કરી દીધી છે ત્યારે મેઘરાજા જાણે રિસાયા હોય તેમ દેખા જ નથી દેતા. જો ટુંક સમયમાં વરસાદ ના થાય તો પાક નાશ પામવાની ભીતી ખેડૂતોના લાલટે સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે ચિંતા વધારે ઘેરી બની છે. 

વરસાદ પડવાની કોઈ જ સિસ્ટમ હાલ સક્રિય બની રહી નથી. જોકે હવામાન વિભાગે દીવ-દમણ, સહિતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા વરસાદની આગાહી જરૂર કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં ખેડૂતોએ હજી વરસાદની રાહ જોવી પડશે. હાલ વરસાદી વાતાવણની કોઈ જ સિસ્ટમ સક્રિય બની રહી નથી. જેથી આગામી 3 દિવસ વરસાદની બિલકુલ શક્યતા નથી.

જેના પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સરોતર સહિતના વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આમેય આ વિસ્તારમાં તો આ વર્ષે અત્યાર સુધીમાં ના બરાબર વરસાદ છે. વરસાદ આવશે તેવી આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકની વાવણી તો કરી દીધી પણ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. અડધો જુલાઈ મહિનો પણ પુરો થવા આવ્યો છતાંયે વરસાદ ના આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જોકે સિસ્ટમ ન બનતા રાજ્યમાં 4 દિવસ છુટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગે દીવ, દમણમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો વેરાવળ, સુરત, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ છુટાછવાયા ઝાપટાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન