no recruitment since last 3 years In Gujarat Primary School
  • Home
  • Featured
  • RTIમાં ખુલાસો- ગુજરાતની પ્રાથમિક શાળામાં 3 વર્ષથી કોઈ ભરતી નહીં

RTIમાં ખુલાસો- ગુજરાતની પ્રાથમિક શાળામાં 3 વર્ષથી કોઈ ભરતી નહીં

 | 4:14 pm IST
  • Share

  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યા ખાલી
  • ધો-1 થી 5માં શિક્ષકોની 5,033 જગ્યાઓ ખાલી
  • ધોરણ-6 થી 8માં 10,461 શિક્ષકોની જગ્યા ખાલી

 

 

ગુજરાતમાં કથળતા શિક્ષણનું મુખ્ય કારણ હોય તો તે છે શિક્ષકોની અછત. જ્યારે વિદ્યાર્થીઓનો પાયો જ કાચો રહી જાય, ત્યારે આપણે ભવિષ્યમાં તેના પર શું આશા રાખી શકીએ? ગુજરાતની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા બાબતે કરવામાં આવેલી રાઈટ ટૂ ઈન્ફોર્મેશન (RTI)ના જવાબમાં શિક્ષણ વિભાગે ખુદ કબૂલ્યું છે કે,  રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 3 વર્ષથી કોઈ ભરતી નથી થઈ.  હાલ પણ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. 

RTIના જવાબમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 6 થી 8માં 10,461 જગ્યાઓ અને ધો. 1 થી 5માં 5,033 જગ્યાઓ ખાલી છે. આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર તેની અસર પડી રહી છે.

અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ આ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, કારણ કે ધોરણ 1 થી 5ના શિક્ષકો ગેરલાયક હોવા છતાં પણ તેમને ધોરણ 6 થી 8ના વર્ગોમાં ભણવવા માટે મોકલવામાં આવતા હતા.

આ બાબતે હાઈકોર્ટે ફટકાર લગાવી આવું બંધ કરવા જણાવ્યું હતું. હાલમાં ટેટ-2 પાસ 42 હજાર જેટલા ઉમેદવારો લાયક હોવા છતાં પણ સરકાર દ્વારા 3 વર્ષથી કોઈ ભરતી કરવામાં નથી આવી રહી.  એવામાં શિક્ષકોની આટલી ઘટ હોવાથી શાળામાં બાળકોને શિક્ષણ કેવી રીતે આપવામાં આવતું હશે? તે એક મોટો સવાલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો