૧૧,૮૦૪ની પ્રતિકાર સપાટી નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ૧૧,૮૦૪ની પ્રતિકાર સપાટી નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની

૧૧,૮૦૪ની પ્રતિકાર સપાટી નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની

 | 1:03 am IST

ચાર્ટ કોરિડોરઃ  ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૩૮,૬૪૫) : મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૨૫૨ સામે ગેપમાં ઉપર તરફ ૩૮,૪૭૨ના મથાળે ખૂલી સામાન્યતઃ ૩૮,૪૧૭ની નીચી સપાટી સ્પર્શ્યા બાદ લેવાલી થકી ઉપરમાં ૩૮,૯૯૦ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ વેચવાલી નીકળતાં અંતે ૩૮,૬૪૫ના મથાળે બંધ રહેલ છે. જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૨૫૨ની સરખામણીમાં ૩૯૩ પોઈન્ટનો વધુ સુધારો જોવાયો હતો. સપ્તાહ દરમિયાન એકંદરે તદ્દન સ્ટોક સ્પેસિફિક માહોલ રહ્યો હતો તથા સ્ટોક સ્પેસિફિક ભારે વધઘટ રહી હતી. ઓટો, એવિએશન, પ્રાઇવેટ બેન્ક શેરો તથા રિલાયન્સમાં ભારે ઘટાડો જોવાયો હતો. જ્યારે તે સામે ફાર્મા, આઈ.ટી. તથા મેટલ શેરોમાં સુધારો જોવાયો હતો. એકંદરે આંતરપ્રવાહો સતત નવી ઊંચી સપાટીઓ હાંસલ કરી રહેલ ઇન્ડેક્સ થકી ઉત્સાહજનક જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૦,૦૦૦ના સ્ટોપલોસથી લેણ કરવું અથવા જાળવવું. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો વધુ સુધારો જોવાશે. હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૮,૫૬૨ તથા ૩૮,૪૮૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૮,૩૮૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૮,૮૫૫ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે ઉપર બંધ આવતાં ૩૯,૦૨૩ , ૩૯,૧૧૫ તથા ૩૯,૨૮૬નો સુધારો જોવાશે.

નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૧૧૭૩૫)

૧૧,૬૮૬ તથા ૧૧,૬૪૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૫૯૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૮૦૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે ઉપર બંધ આવતાં ૧૧,૮૮૭ તથા તે બાદ ૧૧,૯૪૫નો વધુ સુધારો જોવાશે.

બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૨૮,૨૧૭) : ૨૮,૩૦૯ તથા ૨૮,૪૦૯ની  પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૮,૪૦૯ ઉપર બંધ આવતાં ૨૮,૭૪૮ તથા ૨૮,૯૫૭નો ભારે સુધારો જોવાશે. નીચામાં ૨૮,૧૦૮ તથા ૨૭,૯૬૬ નજીકના ટેકા છે. ૨૭,૯૬૬ તૂટતાં ૨૭,૭૨૮ની નીચી સપાટી આવશે. અત્યંત ખરાબ સંજોગોમાં ૨૭,૭૨૮ નીચે બંધ આવતાં ભારે પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ શરૂ થશે. લ્યુપિન (૯૩૨) : ૯૧૯ તથા ૯૧૦ના ઘટાડે લેવાલી  જોવાશે. લેણમાં ૯૦૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૯૪૪ તથા તે બાદ ૯૬૮નો વધુ સુધારો જોવાશે. ડો. રેડ્ડી (૨,૪૯૧) : ૨,૪૬૫ તથા ૨,૪૪૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૪૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૫૮૨ તથા ૨,૬૪૫નો સુધારો જોવાશે.

ડિવીઝ લેબ (૧,૩૦૫) : ૧,૨૯૯ તથા ૧,૨૮૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૬૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં૧,૩૬૪ તથા તે પાર થતાં ૧,૩૮૭નો સુધારો જોવાશે. સન ફાર્મા (૬૫૨) : ૬૪૫ તથા ૬૩૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૭૨ તથા તે બાદ ૬૮૮નો સુધારો જોવાશે. વોકહાર્ટ (૬૬૪) : ૬૫૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૪૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૮૦ પાર થતાં ૬૯૫ તથા ૭૦૪નો સુધારો જોવાશે. સેંચુરી (૯૭૭) : ૯૭૩-૯૭૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૯૫૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૯૯૫ તથા ૧,૦૦૯નો વધુ સુધારો જોવાશે. રિલાયન્સ (૧,૨૪૧) : ૧,૨૩૧ તથા ૧,૨૧૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૨૭૭-૧,૨૮૦ તથા ૧,૨૯૫ના ઉછાળા જોવાશે.

યસ બેન્ક (૩૪૩) : ૩૩૭ તૂટતાં ૩૨૧નું વધુ ભારે પેનિક જોવાશે. ઉપરમાં ૩૪૬ તથા ૩૫૦ નજીકની તથા ૩૫૬ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૭૨નો સ્ટોપલોસ રાખવો. રિલા. કેપિટલ (૪૭૦) : ૪૬૫ તથા ૪૫૭ના ઘટાડે લેવાલી જોવાશે લેણમાં ૪૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૭૯ તથા તે ઉપર બંધ આવતાં ૪૯૬નો સુધારો જોવાશે. જે.એસ.ડબલ્યુ. સ્ટીલ (૩૯૬) : ૩૮૪-૩૮૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૭૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૦૪ તથા ૪૦૯ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૪૦૯ પાર થતાં ૪૨૦, ૪૨૯ તથા ૪૪૨નો વધુ સુધારો જોવાશે. એનઆઈઆઈટી ટેક (૧,૪૦૩) : ૧,૩૮૨ તથા ૧,૩૭૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૩૫૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૪૧૫, ૧,૪૪૩ તથા ૧,૪૮૯નો સુધારો જોવાશે.