NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • યુનિફોર્મ, નોટબુક્સ, શૂઝ ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય

યુનિફોર્મ, નોટબુક્સ, શૂઝ ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય

 | 9:47 am IST

ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલો નોટબુક્સનો વેપાર ન કરી શકે, વાલીઓને ચોક્કસ દુકાનેથી જ યુનિફોર્મ ખરીદવાની ફરજ પાડે તેના પર પ્રતિબંધ મુકતા નિયમો તો છે, પણ તે માત્ર પોથીમાંના રિંગણા જ બની રહ્યા છે. ત્યારે સીબીએસઈએ તેમની સંગલગ્ન તમામ સ્કૂલોને આ જ વિષય પર એકદમ આકરો ચાબુક વિંઝયો છે. એક કડક પરિપત્ર કરી સ્કૂલ કેમ્પસ પર જ બુક્સ, સ્ટેશનરી વેચવાની કે એક નક્કી વેન્ડર પાસેથી જ વાલીઓને યુનિફોર્મ, શૂઝ, સ્કૂલબેગ જેવી વસ્તુઓ ખરીદવાની ફરજ પાડતી પ્રવૃત્તિ બંધ કરી દેવાની તાકીદ કરી છે.

તાજેતરમાં જ કરેલા આ પરિપત્રમાં સ્કૂલોને એ યાદ દેવડાવ્યું છે કે, સ્કૂલોનું કામ શિક્ષણનું અને સેવાનું છે, વેપારનું નહીં. કેટલીય સ્કૂલો પોતાના જ કેમ્પસ પર શિક્ષણને લગતી વસ્તુઓનો વેપાર કરતી હોવાની ફરિયાદોના આધારે સીબીએસઈના ડેપ્ુયટી સેક્રેટરી કે શ્રીનિવાસને બે પાનાનો અત્યંત આકરી ભાષાનો પરિપત્ર પાઠવ્યો છે.
રાજ્યમાં સીબીએસઈની માન્યતા પ્રાપ્ત સ્કૂલોની સંખ્યા ૩૫૦ જેટલી છે. તેમાંની ઘણી સ્કૂલોમાં નવા વર્ષના એડમિશન શરૃ થવાની સાથે સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ ટેક્સ્ટબુક, નોટબુક, સ્ટેશનરીની વિવિધ આઈટમ, યુનિફોર્મ વગેરે વસ્તુ વેચતા ચોક્કસ દુકાનદારોને તેમની દુકાન ખોલવા છૂટ અપાય છે. સંચાલકનું દરેક વસ્તુમાં કમિશન નક્કી હોય છે. એડમિશન લેનારા નવા અને જૂના વિદ્યાર્થીઓને પણ આ જ દુકાનોમાંથી વસ્તુ ખરીદવા સંચાલકો દ્વારા ફરજ પાડવામાં આવે છે. ઘણી સ્કૂલો ચોક્કસ દુકાનેથી ખરીદી કરવા ફરજ પાડે છે.

આ પ્રકારની ફરિયાદો બોર્ડને વાલીઓ અને અન્યો તરફથી મળી હતી. જેથી બોર્ડે તમામ સ્કૂલોને પરિપત્ર કરીને સ્કૂલ જાણ કરી છે કે બોર્ડના નિયમ ૧૯.૧ (૨) પ્રમાણે સોસાયટી, ટ્રસ્ટ અથવા કંપની એક્ટ ૧૯૫૬ સેક્શન ૨૫ નીચે રચાયેલી કંપની દ્વારા સંચાલિત સ્કૂલ એ સમાજસેવાનું કેન્દ્ર છે. તે ધંધાદારી સ્થળ નથી.
તા.૧-૩-૨૦૧૬ અને તા.૧૨-૪-૨૦૧૬ના પરિપત્ર પ્રમાણે સ્કૂલોએ માત્ર એનસીઈઆરટી/સીબીએસઈની જ ટેક્સ્ટબુકનો ઉપયોગ કરવો ફરજિયાત છે. પરંતુ ઘણા સંચાલકો એનસીઈઆરટી-સીબીએસઈ સિવાયના પ્રકાશનોના પુસ્તકો વાપરવા આગ્રહ રાખે છે. આ ફરિયાદને બોર્ડે ગંભીરતાથી લઈ કહ્યું કે સ્કૂલ કેમ્પસ ધંધાદારી સ્થળ નથી. અહીં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ.

બોર્ડે તમામ સ્કૂલોને કે જે તેમના કેમ્પસમાં ધંધાદારી પ્રવૃત્તિ કરે છે, સ્કૂલ સ્ટેશનરી ખરીદવા પસંદગીના વેપારીઓને છૂટ આપે છે, ચોક્કસ દુકાનેથી ખરીદ કરવા દૂરાગ્રહ રાખે છે તેને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તાકીદ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટને પણ આ બાબત ગંભીરતાથી લઈને બંધ કરવા જણાવ્યું છે અન્યથા આકરાં પગલાંની ચીમકી આપી છે.

1