મુરલી મનોહર જોશીને રિબિન કાપવા કાતર ન મળી અને પછી થયું એવું કે... - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મુરલી મનોહર જોશીને રિબિન કાપવા કાતર ન મળી અને પછી થયું એવું કે…

મુરલી મનોહર જોશીને રિબિન કાપવા કાતર ન મળી અને પછી થયું એવું કે…

 | 4:46 pm IST

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ મુરલી મનોહર જોશી તેમના ગુસ્સાને લઈને અવારનવાર ચર્ચાનો વિષય બને છે. આ વખતે કાનપુરના અધિકારી મુરલી મનોહર જોશીના ગુસ્સાનો ભોગ બન્યા હતાં. કાનપુર કલેક્ટર ઓફિસમાં એક સોલાર લાઈટ પેનલનું ઉદ્વાટન કરવા પહોંચેલા જોશીને રિબિન કાપવાની કાતર ન મળતા તેઓ ભડકી ઉઠ્યાં હતાં.

રોષે ભરાયેલા મુરલી મનોહર જોશીએ હાથેથી જ રિબિન તોડી નાખી હતી. પરંતુ બાદમાં જ્યારે અધિકારી કાતર લઈને આવ્યા તો જોશી તેમના પર વિફર્યાં હતાં. તેમણે અધિકારીને સંભળાવી દીધું હતું કે હવે તો ઉદ્ઘાટન થઈ ગયું. હવે કંઈ ન થઈ શકે.

ત્યાં ઉભેલા અધિકારીઓને જોશીએ પ્રશ્ન કર્યો હતો કે, કોણ છે અહીંનું આયોજક, તમે જ મને અહીં બોલાવ્યો છે ને. ગુસ્સામાં જોશીએ કહ્યું હતું કે કાતરની જરૂર નથી.