PMના નામ આગળ "શ્રી" ન લગાવનાર જવાનને BSFએ કરી સજા, PMએ કર્યું દુઃખ વ્યક્ત - Sandesh
  • Home
  • India
  • PMના નામ આગળ “શ્રી” ન લગાવનાર જવાનને BSFએ કરી સજા, PMએ કર્યું દુઃખ વ્યક્ત

PMના નામ આગળ “શ્રી” ન લગાવનાર જવાનને BSFએ કરી સજા, PMએ કર્યું દુઃખ વ્યક્ત

 | 7:19 pm IST

બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના એક કૉન્સ્ટેબલે નરેન્દ્ર મોદીના નામ આગળ માનનીય અને “શ્રી” શબ્દનો ઉપયોગ ન કરવાની સજા મળી. ફોર્સે તેને વડાપ્રધાનનું અપમાન ગણીને જવાનના 7 દિવસના પગાર પર કાપ મુકવાની સજા આપી હતી.

21 ફેબ્રુઆરીના સવારે પશ્ચિમ બંગાળના નાદિયાના મહતપુરમાં 15 બીએસએફ બટાલિય હેડક્વૉર્ટરમાં આ ઘટના બની હતી. એહવાલ અનુસાર, ઝીરો પરેડ દરમિયાન કૉન્સ્ટેબલ સંજીવ કુમારે એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં ‘મોદી પ્રોગ્રામ’ બોલ્યા હતા. જે પછી ત્યાં હાજર વરિષ્ઠ અધિકારીઓના ધ્યાનમાં આ વાત આવી હતી. બીએસએફના અધિકારીઓએ કૉન્સ્ટેબલને સમન સોંપ્યું અને તપાસમાં વડાપ્રધાનના નામ પહેલા સન્માન સૂચક શબ્દ ન લગાવવા બદલ દોષીત ઠેરવવામાં આવ્યા. સજા માટે કૉન્સ્ટેબલનો 7 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે બીએસએફ એક્ટના સેક્શન 40 અંતર્ગત તેમને દોષી જાહેર કરવામાં આવ્યા બતા. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે જવાનને સામાન્ય ભૂલ માટે ઘણી કઠોર સજા આપવામાં આવી છે.

આ સજા અંગે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ થઈ તો તેમણે બીએસએફના જવાનની સજા પાછી ખેંચવાનો આદેશ આપ્યો અને આ પ્રકારની સજા આપવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી છે. બીએસએફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી છે કે, જવાનની સજાનો ઓર્ડર પાછો ખેંચી લેવામાં આવ્યો છે.