No Specific time limit to declare dead bodies of Covid-19 Patients : ICMR
  • Home
  • Corona live
  • કોરોના મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહમાં કેટલો સમય જીવતો રહે વાયરસ? ICMRએ કર્યો ખુલાસો

કોરોના મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહમાં કેટલો સમય જીવતો રહે વાયરસ? ICMRએ કર્યો ખુલાસો

 | 5:13 pm IST

કોરોના વાયરસથી સંક્રમિત કોઈ વ્યક્તિનું મૃત્યું થાય તો શું? મૃત વ્યક્તિના શરીરમાં આ વાયરસ જીવીત રહી શકે? અને રહે તો પણ કેટલા સમય સુધી? આ તમામ સવાલોના જવાબનું નિરાકરણ આજે ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ જાણકારી આપી છે.

ICMRએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનું મોત નિપજ્યા બાદ તેના મૃતદેહમાંથી ધીમે ધીમે કોવિડ-19નું સંક્રમણ ઓછુ થવા લાગે છે પણ મૃતદેહને ક્યારે સંક્રમણ રહિત જાહેર કરવામાં તેની કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી.

ICMRને સવાલ કરવામાં આવ્યો હતો કે કોઈ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય અને મૃત્યું પામે ત્યાર બાદ તેના મૃતદેહમાં કેટલો સમય કોરોના જીવિત રહે છે? તેનો જવાબ આપતા ICMRએ કહ્યું હતું  કે, તેની કોઈ જ સમયસીમા નિશ્ચિત નથી. માટે કોઈ પણ મૃતદેહના સંપર્કમાં આવનારા લોકોએ વધારે સાવચેતી રાખવી જોઈએ અને પોર્સ્ટમાર્ટમ માટે કોઈ એવી ટેકનિક અપનાવવી જોઈએ જેમાં વાઢ-કાપ ના કરવો પડે.

ભારતમાં કોવિડ-19થી સંક્રમિત લોકોના મોત બાદ તેમના મૃતદેશ પાટે ચિકિત્સા વિધાન સંબંધી નિર્ધારીત દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 શ્વાસ સંબંધી વિમારી છે અને એરોસૉલ દ્વારા ફેલાય છે તેમ ICMRએ કહ્યું હતું. તેથી જ આ મહામારી દરમિયાન જરૂરી ના હોય તો પોસ્ટમાર્ટમ ના કરાવો અને કરવામાં આવે તો વધારે વાઢ-કાપ ના કરવાની સલાહ આપવામાં આવી હોવાનું ICMRએ સ્પષ્ટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન