No such plan of extending lockdown: Cabinet Secretary Rajiv Gauba
  • Home
  • Corona
  • દેશભરમાં લોકડાઉન લાંબું ખેંચાવાની ચર્ચા વચ્ચે મોદી સરકારે કરી મોટી સ્પષ્ટતા

દેશભરમાં લોકડાઉન લાંબું ખેંચાવાની ચર્ચા વચ્ચે મોદી સરકારે કરી મોટી સ્પષ્ટતા

 | 10:49 am IST
  • Share

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે કોરોના વાયરસના લીધે આખા દેશમાં ચાલી રહેલ 21 દિવસનું લોકડાઉન આગળ વધશે નહીં. આપને જણાવી દઇએ કે એવી ચર્ચા હતી કે લોકડાઉન આગળ પણ વધી શકે છે. સરકારે આ અંગે સ્પષ્ટત કરી દીધી અને તેમની એવી કોઇ જ યોજના નથી.

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આજે સ્પષ્ટતા કરી કે સરકારની લોકડાઉન આગળ વધારવાની યોજના નથી. તેમણે કહ્યું કે હું લોકડાઉ વધારવાના રિપોર્ટ જોઇ ચોંકી રહ્યો છું. સરકારની આવી કોઇ યોજના નથી.

ભારતમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ લોકડાઉન પર સંશય ખત્મ થઇ ચૂકયો છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી 1024 દર્દી સામે આવ્યા છે જ્યારે 27 લોકોના આ ઘાતક બીમારીથી મોત થયા છે.

પીએમ મોદીએ કરી હતી લોકડાઉનની જાહેરાત

દેશમાં કોરોનાના વધતા કેસને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. પીએમે લોકોને આ બીમારીથી બચવા માટે પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટેંસિંગથી આ બીમારી રોકાશે. કેન્દ્ર સરકારે લોકડાઉનની સખ્તીથી લાગૂ કરવા માટે રાજ્યોને આદશ આપ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો