No talks between Prime Minister Modi and Trump on Ladakh: Sources
  • Home
  • Featured
  • ‘જુઠ્ઠા’ ટ્રમ્પે કહ્યું- મોદીનો મૂડ ખરાબ, ભારતે કહ્યું- કયારે વાત થઇ હતી?

‘જુઠ્ઠા’ ટ્રમ્પે કહ્યું- મોદીનો મૂડ ખરાબ, ભારતે કહ્યું- કયારે વાત થઇ હતી?

 | 10:05 am IST

ભારત-ચીન સરહદ પણ તણાવને લઇ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજા નિવેદનને ભારતે નકારી દીધું છે. ટ્રમ્પનો દાવો હતો કે તેમણે પીએમ મોદી સાથે આ અંગે વાત કરી અને તેઓ ‘સારા મૂડમાં નથી’. એક દિવસ પહેલાં ટ્રમ્પે ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ટ્રમ્પના તાજેતરના નિવેદન પર ભારતે કહ્યું કે POTUS અને પીએમ મોદી વચ્ચે આ મહિને કોઇ વાતચીત થઇ નથી. ભારત સરકારના મતે છેલ્લે બંને નેતાઓની વચ્ચે 4 એપ્રિલ, 2020ના રોજ વાત થઇ હતી. આમ ટ્રમ્પ આ મુદ્દે ‘જુઠ્ઠું’ બોલ્યા તેવું લાગી રહ્યું છે.

સૂત્રોનું તો એમ પણ કહેવું છે કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં કોઇ વાતચીત જ થઇ નથી. છેલ્લે 4 એપ્રિલ 2020ના રોજ બંને નેતાઓ વચ્ચે હાઇડ્રોક્લોરોક્વીન મુદ્દે થઇ હતી. ભારતનું સ્પષ્ટ વલણ છે કે ભારત-ચીનની સાથે સરહદ સંબંધિત મુદ્દા પર સીધા સંપર્કમાં છે. બંને દેશોની વચ્ચે તેના માટે મિકેનિઝમ છે તેના દ્વારા આ મુદ્દે ઉકેલી શકાય છે.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે ભારત અને ચીન સરહદ સંબંધિત મુદ્દા પર સીધા સંપર્કમાં છે.

ટ્રમ્પે કહ્યું- ચીન સાથે સરહદ વિવાદ થતા PM મોદી સારા મૂડમાં નથી

ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફરને ફરીથી દોહરાવી હતી. સાથો સાથ કહ્યું કે આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી. ટ્રમ્પે કહ્યું કે બંને દેશોની વચ્ચે વિવાદ બાદ પીએમ મોદી સાથે ચર્ચા કરી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાને પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહી. ટ્રમ્પે આ દરમ્યાન ભારત-ચીન સરહદ વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે. હું તમારા વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ને ખૂબ પસંદ કરું છું. તેઓ એક મહાન જેન્ટલમેન છે. ભારત-ચીનમાં મોટો વિવાદ છે. બંને દેશોની પાસે અંદાજે 1.4 અબજ વસતી છે. બંને દેશોની સેનાઓ ખૂબ જ તાકાતવાર છે. ભારત ખુશ નથી અને અને શકય છે કે ચીન પણ ખુશ નથી.

આ વીડિયો પણ જુઓ : મહારાષ્ટ્રમાં એક વિદ્યાર્થીએ સામાજિક અંતરને ધ્યામાં લઈ રોબોટ તૈયાર કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન