No Temperature Impact On Coronavirus In Delhi
  • Home
  • Corona live
  • કાળઝાળ ગરમીમાં કોરોના વાયરસ મરી જશે? આ રહ્યું તારણ

કાળઝાળ ગરમીમાં કોરોના વાયરસ મરી જશે? આ રહ્યું તારણ

 | 2:18 pm IST

કોરોના વાયરસ ગરમીથી મરી જશે? તેના પર લોકોએ કરેલા દાવા દિલ્હીમાં ફેલ થતા દેખાઇ રહ્યા છે. રાજધાનીનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ચૂકયું છે તેમ છતાંય સતત ચોથા દિવસે 500થી વધુ કેસ નોંધાયા છે. શુક્રવાર તો આ આંકડો 600ને પણ પાર થઇ ગયો જ્યારે ગુરૂવારના રોજ સીઝનનો સૌથી ગરમ દિવસ હતો.

કોરોના વાયરસ અને ગરમીને લઇ અલગ-અલગ વાતો સમય-સમય પર થતી રહી છે. પહેલાં કહેવાતું હતું કે ગરમીમાં કોરોના ખત્મ થઇ શકે છે. પછી કહેવાયું ગરમીમાં કોરોનાની અસર ઓછી થઇ શકે છે. મતલબ કે તે કોઇ વસ્તુ પર ઓછો સમય ટકી શકશે. જો કે દિલ્હી આ ભ્રમણાઓ તોડવા માટે તાજું ઉદાહરણ છે.

છેલ્લાં ચાર દિવસનું તાપમાન અને કોરોના કેસ

દિવસ કોરોના કેસ તાપમાન
22 મે 2020 660  45 ડિગ્રી
21 મે 2020 571 44 ડિગ્રી
20 મે 2020  534  40 ડિગ્રીથી ઉપર
19 મે 2020 500  40 ડિગ્રીથી ઉપર

અહીં ગુરૂવારના રોજ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું. જો કે સીઝનનો સૌથી ગરમ દિવસ હતો. તેમ છતાંય શુક્રવારના રોજ છેલ્લાં 24 કલાકમાં 660 નવા કેસ આવ્યા. એપ્રિલ સુધી દિલ્હીમાં સ્થિતિ હતી પરંતુ મેની શરૂઆતથી જ સંક્રમણની રફતાર ખૂબ ઝડપી થઇ ગઇ છે. પહેલાં સપ્તાહમાં સરેરાશ 300 દર્દી દરરોજ આવી રહ્યા હતા. પછી તે વધીને 400 સુધી પહોંચી ગયા અને હવે છેલ્લાં ત્રણ દિવસથી 500થી વધુ દર્દી આવી રહ્યા છે. દિલ્હીમાં અત્યારે કુલ દર્દીઓની સંખ્યા 12319 સુધી પહોંચી ગઇ છે.

દિલ્હીમાં વધશે ગરમી, કોરોના પર અસર દેખાતી નથી

રણની તરફથી આવતા ગરમ પવન સતત દિલ્હીની દઝાડી રહ્યા છે. દિલ્હીમાં આવતા સપ્તા સુધી ગરમી વધુ વધશે. આથી સફદરજંગનું ઉચ્ચતમ તાપમાન વધીને 42.7 ડિગ્રી પહોંચી ગયું છે. આ સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ છે. ન્યૂનતમ તાપમાન અત્યારે 24.8 ડિગ્રી છે. પાલમમાં ઉચ્ચતમ તાપમાન 44.1 ડિગ્રી, લોદી રોડમાં 43, આયા નગરમાં 43.2 ડિગ્રી, નફઝગઢમાં 42.2 ડિગ્રી, અને સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 42.5 ડિગ્રી રહ્યું.

આ વીડિયો પણ જુઓ : ‘વિકટ પરિસ્થિતિમાં અમે પ.બંગાળ સાથે’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન