No Thanks, India Tells Saudi Arabia after Gulf Nations attempts at thawing tensions with Pakistan
  • Home
  • Featured
  • પાક. સાથેના વિવાદમાં મધ્યથીની કરી સાઉદીઓ ઓફર, ભારતે સંભળાવી દીધું – નો થેંક્સ

પાક. સાથેના વિવાદમાં મધ્યથીની કરી સાઉદીઓ ઓફર, ભારતે સંભળાવી દીધું – નો થેંક્સ

 | 9:16 pm IST

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતાં. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનમાં કિલોમીટર સુધી અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં 1000 કિલોના 6 બોમ્બ ઝીંકી ભારે તબાહી મચાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ છે.

સરહદે બંને દેશોની સેના સામસામે છે. આ ટેન્સન ઘટાડવાનો સાઉદી અરેબિયા પ્રયાસ કર્યો હતો. જેને ભારતે જોરદાર આંચકો આપ્યો છે.

આ માટે સઉદી અરબના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ જુબૈર સોમવારે ચાર કલાક માટે ભારત યાત્રા પર આવી સુષ્મા સ્વરાજ સાથે નાની મુલાકાત કરવાના માંગતા હતાં. સઉદી પક્ષે ભારતના વિદેશ મંત્રી સાથે વાતચીત માટે 2 માર્ચે નવી દિલ્હી આવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન ઓછું કરવા માટે ખાડી દેશનો પ્રયત્ન હતો. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે તેને કોઈ મધ્યસ્થની જરુર નથી.

વિશ્વસનિય સૂત્રએ જણાવ્યું છે કે ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે ઉપમહાદ્વિપમાં બનેલી તનાવપૂર્ણ સ્થિતિનું કારણ આતંકવાદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની જરુર નથી. જરુર ફક્ત એ વાતની છે કે પાકિસ્તાન પોતાની ધરતી ઉપર ચાલી રહેલા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરે.

એક અન્ય સૂત્રએ કહ્યું છે કે એવું લાગે છે કે સઉદી અરબ પોતે મધ્યસ્થના રુપમાં પ્રોજેક્ટ કરવા માંગે છે. સઉદી મંત્રી ગત સપ્તાહે ઇસ્લામાબાદથી સીધા નવી દિલ્હી આવવા માંગતા હતા. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ક્રાઉન પ્રિન્સ સલમાનના પ્રવાસ દરમિયાન થયેલી વાતોને જ આગળ વધારવી છે તો ઠીક નહીંતર ભારત-પાકિસ્તાનને લઈને કોઇ વાતચીત થશે નહીં.