Who says we don not have numbers: Sonia Gandhi on No-Confidence motion
  • Home
  • Featured
  • સંસદમાં મોદીની પ્રથમ પરીક્ષા પર સોનિયા ગાંધીએ પત્તા ખોલી આપ્યું મોટું નિવેદન

સંસદમાં મોદીની પ્રથમ પરીક્ષા પર સોનિયા ગાંધીએ પત્તા ખોલી આપ્યું મોટું નિવેદન

 | 3:38 pm IST

લોકસભામાં શુક્રવારના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર થનાર ચર્ચા માટે એનડીએ અને યુપીએ સંપૂર્ણ પણે કમર કસી લીધી છે. ભાજપે પોતાના પાર્ટી સાંસદો માટે ત્રણ લાઇનનું વિપ રજૂ કરી તેમણે અવિશ્વાસ પ્રસ્તાવવાળા દિવસે ગૃહમાં ઉપસ્થિત રહેવાનું કહ્યું છે. ત્યારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી સરકારની વિરૂદ્ધ મોર્ચાબંધીના પૂરા સંકેત આપી દીધા છે. સંખ્યા બળના દમ પર ભલે સરકાર આશ્વસ્ત દેખાઇ રહી હોય પરંતુ સોનિયા ગાંધીએ પોતાના નિવેદનથી સરકાર પર દબાણ બનાવાની કોશિષ કરી છે. બહુમતીના પ્રશ્ન પર સોનિયાએ કહ્યું કે કોણ કહે છે કે યુપીએની પાસે નંબર નથી? TDP દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર 50થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. આ બધાની વચ્ચે એવા સમાચાર પણ આવ્યા છે કે કૉંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારની જગ્યાએ સોમવારના રોજ ચર્ચા કરવા માંગે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાજપે પાર્ટી સાંસદો માટે ત્રણ લાઇનનો વિપર રજૂ કરી તેમને અવિશ્વાસ પ્રસ્તાવવાળા દિવસે સંસદમાં ઉપસ્થિત રહેવાનો આદેશ આપ્યો છે. પાર્ટી ગેરહાજર રહેનાર સાંસદોની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે બુધવારથી શરૂ થયેલ ચોમાસુ સત્રમાં ટીડીપીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકારી લીધો. અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારના રોજ લોકસભામાં ચર્ચા થશે. સાંસદે બહાર નીકળી યુપીએ ચેરપર્સનથી જ્યારે પત્રકારોને બહુમતી પર પ્રશ્ન પૂછયા તો તેમણે કહ્યું કે કોણ કહે છેકે યુપીએની પાસે નંબર નથી? જો કે વાત એમ છે કે નંબર ગેમમાં લોકસભામાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને કોઇ ખતરો નથી. ભાજપના સહયોગી પક્ષ સહિત લોકસભામાં કુલ 300થી વધુ સાંસદ છે. એટલેકે જો આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થાય તો ભાજપની પાસે બહુમતીનો આંકડો હાજર છે.

સોનિયાના નિવેદન દબાણની રણનીતિનો ભાગ
સોનિયા ગાંધીના નિવેદનને સત્તારૂઢ ભાજપ પર દબાણની રણનીતિ બનાવાનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસની પાસે લોકસભામાં 48 સાંસદ છે જ્યારે નંબર ગેમના મામલામાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ એનડીએ કરતાં ઘણી પાછળ છે. વિપક્ષી દળોના નરેન્દ્ર મોદી સરકારની વિરૂદ્ધ આ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ દ્વારા જ વિપક્ષી એકતાની પણ પરીક્ષા થશે.

ટીડીપીના પ્રસ્તાવને મળી મંજૂરી
ટીડીપીના કે.કે.શ્રીનિવાસે એનડીએ સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપતા કહ્યું કે તેઓ આવતા બે-ત્રણ દિવસમાં તેના પર ચર્ચાની તારીખ નક્કી કરશે. સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર એ તમામ સભ્યોના નામ લેતા કહ્યું કે ટીડીપીના શ્રીનિવાસ જ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે કારણ કે લૉટરીમાંથી તેમનું જ નામ નીકળ્યું છે.

આપને જણાવી દઇએ કે ટીડીપી આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો મળવાના વિરોધમાં આ વર્ષે માર્ચમાં એનડીએથી અલગ થઇ ગયું હતું. શ્રીનિવાસને ઝીરો ઑવરમાં પ્રસ્તાવ રજૂ કર્યો અને સ્પીકરે તેને સ્વીકારી લીધો. ટીડીપીના સભ્યોએ બજેટ સત્ર દરમ્યાન પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ સ્પીકરે તેને રદ કરી દીધો હતો.