noida-pm-narendra-modi-to-inaugurate-world-largest-samsung-mobile-factory
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • PM મોદી આજે દેશને આપશે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીને ભેટ

PM મોદી આજે દેશને આપશે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીને ભેટ

 | 10:46 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સોમવારે નોઈડા પ્રવાસ પર આવી રહ્યા છે. તે દરમિયાન અહીં વિશ્વની સૌથી મોટી સેમસંગ મોબાઈલ ફેક્ટરીનું ઉદ્દઘાટન કરશે.

પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના પ્રવાસને ધ્યાનમાં રાખતા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં સુરક્ષા બંદોબસ્ત અને કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓને નિહાળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ એરપોર્ટ માર્ગેથી સાંજે 4 વાગે કાર્યક્રમ સ્થળ પર પહોંચશે. બન્ને નેતાઓ અહીં 20 મિનિટ સુધી રોકાવવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ તેઓ દિલ્હી પાછા ફરશે.

સેમસંગની આ ફેક્ટરીમાં 7 લાખ મોબાઈલ ફોન રોજ બનવાની ક્ષમતા ધરાવે છે અને વર્ષના 12 કરોડ મોબાઈલલ ફોન બનાવવાનું અનુમાન છે. નોઈડાના સેક્ટર-81માં આ નવું યુનિટ 5000 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર કરવામાં આવ્યું છે.

સરકારની નોઈડા-ગ્રેટર નોઈડાને દેશનું પહેલું મોબઈલ ઓપન એક્સચેંજ ક્લસ્ટર બનાવવાની યોજના છે. આ યોજના હેઠળ મોટી મોબાઈલ કંપનીઓ અહીં પોતાના યૂનિટ્સ લગાવશે. તેના માટે રાજ્ય સરકાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાથે કરાર કરી ચૂકી છે. એક રિપોર્ટ મુજબ, આગામી થોડાક વર્ષોમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકણ થવાની સંભાવના છે,જ્યારે ચારથી પાંચ લાખ રોજગાર ઉભા થશે.

સેમસંગની નવી ફેક્ટરી તેના 1997માં બનાવેલા પ્લાન્ટ નજીક છે. ગત વર્ષ જૂનમાં કંપનીએ 4915 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેના લીધે કંપનીનું ઉત્પાદન બેગણું થઈ જશે. સેમસંગ વર્તમાનમાં 6.70 કરોડ ફોન ભારતમાં બનાવી રહી છે અને નવો પ્લાન્ટ શરૂ થતા તેની ઉત્પાદન ક્ષમતા વધીને 12 કરોડ ફોન વર્ષના થઈ જશે.