nokia 2.2 will go on sale for the first time on flipkart
  • Home
  • Featured
  • નોકિયાના દમદાર સસ્તા સ્માર્ટફોનનો સેલ શરૂ, લોન્ચ ઓફરમાં મળશે આ ફાયદા

નોકિયાના દમદાર સસ્તા સ્માર્ટફોનનો સેલ શરૂ, લોન્ચ ઓફરમાં મળશે આ ફાયદા

 | 9:29 am IST

એચએમડી ગ્લોબલે તાજેતરમાં જ ભારતમાં બજેટ એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન નોકિયા 2.2 લોન્ચ કર્યો છે. આજથી ફ્લિપકાર્ટ અને નોકિયાની વેબસાઇટ ઉપરાંત ફોનનું ઓફલાઇન વેચાણ શરૂ થવાનું છે. પ્રથમ સેલમાં આ ફોનની ખરીદી પર, નો-કૉસ્ટ ઇએમઆઇ સહિત આકર્ષક ઓફર સાથે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે એન્ડ્રોઇડ વન પ્રોગ્રામ હેઠળ આવતો આ એક સસ્તો સ્માર્ટ ફોન છે. નોકિયા આ ફોન એન્ડ્રોઇડ પાઇ પર ચલાવી રહ્યું છે. અને જલદી જ તેમાં એન્ડ્રોઇડ ક્યૂનો સપોર્ટ પણ આવશે. કંપનીએ આ સ્માર્ટફોનમાં ડિજિટલ વેલ બીઇંગ ફીચર પણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ કિંમતની સીરીઝમાં Android ક્યૂ વાળો આ પહેલો ફોન હશે. કંપનીએ ગૂગલ સહાયક માટે એક અલગ બટન આપ્યું છે, જેને થોડા સમય માટે દબાવીને રાખવા પર ગૂગલ સહાયક તરીકે કામ કરશે. આમા કેમેરા સાથે, Google લેન્સ સપોર્ટ ઉપલબ્ધ રહેશે.

નોકિયા 2.2ની શરૂઆતી કિંમત 7699 રૂપિયા છે એટલે તમને આ કિંમતમાં 3 જીબી રેમ 16 જીબી વેરિયેનટ મળશે. 3જીબી રેમ અને 32 જીબીની સ્ટોરેજની કિંમત 8699 રૂપિયા છે. હાલ લિમિટેડ પીરિયડ હેઠળ 2જીબી રેમનું વેરિયેન્ટ 6,999 રૂપિયા અને 3જીબી વેરિયેન્ટ 7,699 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, નોકિયાના ઓનલાઇન સ્ટોર અને મોબાઇલ રીટેલ આઉટલેટ્સ પર 11 જૂનથી થશે. લોન્ચ ઓફર હેઠળ, ગ્રાહકો જિયો તરફથી 2,200 રૂપિયાનું કેશબેક અને 100 જીબી વધારાના ડેટા મેળવી શકે છે.

Nokia 2.2ના ફિચર્સ:
કેમેરા વિશે વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલનો પાછળનો કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાછળના કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળી આવશે. કેમેરા સાથે એઆઇનો પણ ટેકો મળશે. આ ફોનમાં 3000 એમએએચ બેટરી હશે. કનેક્ટિવિટી માટે નોકિયા 2.2 માં 4જી એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ 4.2, માઇક્રો યુએસબી પોર્ટ અને 3.5 એમએમ હેડફોનનો જેક મળશે. ફોનનું વજન 153 ગ્રામ છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ પાઇ 9.0 મળશે. આ ઉપરાંત તેમાં 5.71-ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં વોટરડ્રોપ જોવા મળશે. મીડિયાટેકનો ક્વાલમકોર હેલિઓ એ 22 પ્રોસેસર આ ફોનમાં ઉપલબ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન