Nokia 7.2 and Nokia 6.2 expected to Launch on 5 September
  • Home
  • Featured
  • આ તારીખે લોન્ચ થશે Nokia 7.2 અને Nokia 6.2, જાણો કિંમત અને ફિચર્સ વિશે

આ તારીખે લોન્ચ થશે Nokia 7.2 અને Nokia 6.2, જાણો કિંમત અને ફિચર્સ વિશે

 | 8:23 pm IST

એવું કહેવાય છે કે જે સમય ભારતમાં મોબાઇલ ફોનની શરૂઆત થઈ હતી. તે સમય Nokia મોબાઇલ ફોન કંપનીની ભારતીય માર્કેટ પર ધાક હતી. પરંતુ સમય સાથે ટેક્નોલોજીમાં બદલાવ થતા અને અન્ય સ્માર્ટફોન કંપનીઓ માર્કેટમાં આવતા Nokia ની અસર ફિક્કી થવા લાગી અને એક સમય તો એવો આવ્યો કે લોકો Nokia કંપનીનું નામ પણ ભૂલવા લાગ્યા હતા.

પરંતુ હવે એકવાર ફરી Nokia માર્કેટમાં આવી છે. ફિનલેંડની સ્માર્ટફોન કંપની HMD ગ્લોબલ જલ્દી મોસ્ટ અવેટેડ Nokia 6.2 અને Nokia 7.2થી પડદો ઉઠાવશે. કંપની 5 સપ્ટેમ્બર 2019નો રોજ આ બન્ને સ્માર્ટફોનનું લોન્ચિંગ બર્લિનમાં કરશે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. એક કંપની અધિકારીએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બરથી કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કંપની આ બે ફોન સિવાય Nokia 5.2 અને Nokia 110 પણ લોન્ચ કરી શકે છે.

આવા હશે ફીચર્સ:

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બન્ને સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ હશે. Nokia 7.2માં ઓક્ટા કોર SoC પ્રોસેસર, 6GB રેમ, 6.18 ઇંચ ડિસ્પ્લે હશે અને ફોન 4GB+64GB અને 6GB+128GBના બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે Nokia 6.2માં 6 ઇંચ ડિસ્પ્લે, 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, 20MP+8MP+5MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે. ઉપરાંત ફોનમાં સ્મેપડ્રેગન 660 SoC પ્રોસેસર, 6GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમોરી હોવાની માહિતી છે. બેટરી લગભગ 3300mAh સુધી હશે. આ સ્માર્ટ ફોનની કિંમત 12 હજારથી 15 હજાર વચ્ચે હોવાની સંભાવના છે.

આ વીડિયો પણ જુઓ: રશિયામાં ડાયમંડના અભ્યાસ માટે સરકારે અગ્રણીઓની માગી યાદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન