Nokia is making a bang in the world of TV after mobile
  • Home
  • Featured
  • Nokia કંપની લાવી રહ્યું છે સ્માર્ટ ટીવી, મોબાઈલ બાદ ટીવીની દૂનિયામાં ધમાકેદાર એન્ટ્રી

Nokia કંપની લાવી રહ્યું છે સ્માર્ટ ટીવી, મોબાઈલ બાદ ટીવીની દૂનિયામાં ધમાકેદાર એન્ટ્રી

 | 11:06 pm IST

Nokia કંપની મોબાઈલ બાદ હવે ટીવીની દૂનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. સ્માર્ટફોન નિર્માતા કંપની Nokiaએ ભારતમાં પોતાની 65 ઈંચની 4K Ultra HD સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવીમાં વિવિધ નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ટીવીને રિચ ડિસ્પ્લે અને એન્ડ્રોઈડ 9નો સપોર્ટ મળે છે. બજારમાં 65 ઈંચ સેગમેન્ટમાં આ Xiaomi અને Thomson સાથે કરશે મુકાબલો.

Nokia કંપનીના ટીવીની કિંમત અને ફીચર્સ

Nokiaના આ સ્માર્ટ ટીવીની કિંમત રૂ.64,999 રાખવામાં આવી છે અને તે 6 ઓગસ્ટથી કંપનીની સત્તાવાર વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આ ટીવીમાં 4K Ultra HD ડિસ્પ્લે હશે. કંપનીએ તેમાં A + Grade panelનો ઉપયોગ કર્યો છે, જે 60Hz રિફ્રેશ રેટથી લેસ છે.

ટીવીમાં હાઈફાઈ સુવિધા

Nokiaના આ ટીવીમાં ઈન બિલ્ટ ક્રોમ કાસ્ટ, ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ મળે છે. સાઉન્ડ માટે આ ટીવીમાં 24 વોટના સ્પીકર્સ આપવામાં આવ્યા છે. તેમાં DTS TruSurroundની સુવિધા મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ વર્જન 5.0, વાઈ-ફાઈ, જીપીએસ, યૂએસબી 3.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Thomsonની Path લાઇનઅપ ટીવીને 9A અને 9R બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. 9A એચડી રેડી અને ફૂલ એચડી ટીવી છે. જ્યારે 9R 4K ટીવી છે. 9Aમાં કંપનીએ 32 ઇંચ HD Path, 32 ઇંચ HD બેઝલલેસ, 40 ઇંચ ફૂલએચડી અને 43 ઇંચ ફૂલ એચડી સામેલ છે.

Thomson Path 9A AND 9R TVની કિંમત

થૉમસન 9A અને 9R સીરીઝ ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી વેચાણ માટે અવેલેબલ થશે. 9A સીરીઝની 32 ઇંચ HD Path ની કિંમત 10,999 રૂપિયા છે. 32 ઇંચ એચડી બેઝલલેસ 11,499 રૂપિયા, 40 ઇંચ ફૂલ HD અને 43 ઇંચ ફૂલ HD ટીવી 16,499 રૂપિયા અને 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. 9R સીરીઝમાં 43 ઇંચ 4K Path ની કિંમત 21,999 રૂપિયા, 50 ઇંચ 4K Pathની કિંમત 25,999 રૂપિયા અને 55 ઇંચ 4K Path ટીવી 29,999 રૂપિયા સુધીની છે.

 

આ વીડિયો પણ જૂઓઃ  રાજસ્થાનમાં 22 દિવસથી રાજકીય ડ્રામાબાજી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન