Nokia is rumored to have a new 48MP mid-range phone in the works
  • Home
  • Technology
  • 48 મેગાપિક્સલના ધાંસૂ કેમેરા સાથે નોકિયા લાવશે નવો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

48 મેગાપિક્સલના ધાંસૂ કેમેરા સાથે નોકિયા લાવશે નવો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

 | 9:56 am IST

HMD Global નોકિયાનો નવો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં  છે, જેમાં રાઉન્ડ ડિઝાઇન મોડ્યુલમાં કેમેરા સેટઅપ છે. ઘણાં મલ્ટિ-રીઅર કેમેરા સેટઅપ સ્માર્ટફોન આવે છે. હોરીઝોન્ટલ, વર્ટિકલ અને સ્ક્વેર ડિઝાઇનનું કૅમેરા મોડ્યુલ હોય છે. તેથી નોકિયાએ કંઈક અલગ જ ડિઝાઈન પસંદ કરી છે.

નોકિયાએ આ સ્માર્ટફોન વિશે કોઈ જાણકારી આપી નથી. જોકે, લીક થયેલા સ્માર્ટફોનના ફોટામાં ડેરડેવિલ નામ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ફોનના પાછળના ભાગમાં પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે.

ફોનનો ફોટો ચીનની સાઇટ વેબો પરના વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવ્યો છે. લીક થયેલી ફોટાના આધારે એવું કહી શકાય કે ફોન પાછળના ભાગમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનની પાછળની પેનલ ગ્લોસી દેખાવ અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

ફોનના આગળના ભાગની જો વાત કરવામાં આવે તો વૉટરડ્રોપ નોચ આપવામાં આવશે. બેજેલ્સ વિશે વાત કરીએ તો  એવું કહી શકાય કે તેના બેજેલ્સ ખૂબ પાતળા અથવા ખૂબ જ જાડા નથી.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગનમાં એફઓસી પ્રોસેસરની સાથે એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે, એચએમડી ગ્લોબ્સ આ ફોનમાં સ્નેપડ્રેગન 710 અથવા સ્નેપડ્રેગન 730 ચિપસેટ આપી શકે છે. ફોન યુએસબી-સી પોર્ટ સાથે આવે છે અને ડેડીકેટેડ ગૂગલ સહાયક બટન ધરાવવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન