Nokia's big offer, carry 6GB worth 20 thousand phones for just Rs
  • Home
  • Technology
  • Nokiaની મોટી ઓફર, 20 હજારની કિંમતનો 6GB વાળો ફોન લઈ જાવ આટલા રૂપિયામાં

Nokiaની મોટી ઓફર, 20 હજારની કિંમતનો 6GB વાળો ફોન લઈ જાવ આટલા રૂપિયામાં

 | 2:34 pm IST

HMD ગ્લોબલના મિડ રેન્જ સ્માર્ટફોન Nokia 6.1 Plus પર એમેઝોન ઈન્ડિયાની સાઈટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિવાઈઝ સાથે 6 જીબી રેમ વેરિએંટ ડિસ્કાઉન્ટ બાદ હવે 10,000 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કંપનીએ આ ડિવાઈઝને 20,499 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. ત્યારબાદ આ સ્માર્ટફોનની કિંમત ઘટાડીને 18,000 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. હાલમાં આને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 10,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. સાથે HDFC બેંક ક્રેડિટ કાર્ડ સાથે 5% એડિશનલ કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

ઓફરની સાથે Nokia 6.1 Plusની પ્રભાવી કિંમત 10,499 રૂપિયા થઈ ગઈ છે. તે સિવાય ગ્રાહક એક્સચેન્જ ઓફર હેઠળ 8,050 રૂપિયા સુધીની છુટનો લાભ લઈ શકાશે. મેજર ક્રેડિટ કાર્ડ્સ અને Bajaj Finesrv EMI પર નો-કોસ્ટ EMIનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. સાથે જ નો-કોસ્ટ EMIનો ઓપ્શન 3,000 રૂપિયાથી ઉપરના ઓર્ડરમાં Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ સાથે પણ આપવામાં આવી રહ્યો છે. એવામાં કિંમતોના બદલાવ બાદ હવે Nokia 6.1 Plus 6GB રેમ સાથે દેશના સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક બની ગયો છે.

Nokia 6.1 Plusને ગત વર્ષે ઓગષ્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, એટલે કે આજથી એક વર્ષ જુનો સ્માર્ટફોન થઈ ચૂક્યો છે. એવામાં જુના સ્માર્ટફોન ખરીદવો આમતો સમજદારીની વાત નથી, પરંતુ તો પણ આ સ્માર્ટફોન સ્પેસિફિકેશનના મામલામાં હજુ સારો છે. તેની સૌથી મોટી ખાસિયત આનું સોફ્ટવેર છે. આ બજારનો તાજેતરનો સૌથી અપડેટેડ સ્માર્ટફોન છે અને જલ્દી જ આ સ્માર્ટફોનમાં Android Qનો સપોર્ટ પણ આપવામાં આવી શકે છે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો આમાં ગ્લાસ બેક સાથે 5.8 ઈન્ચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 636 પ્રોસેસર, 6GB રેમ, 64GB સ્ટોરેજ, ડ્યુઅલ રિયર કેમેરા અને 3,060mAhની બેટરી આપવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: સાધના વિનય મંદીર સ્કુલના વિદ્યાર્થીઓએ 250 ફુટની રાખડી તૈયાર કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન