બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડતેલમાં નરમાઇ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડતેલમાં નરમાઇ

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડતેલમાં નરમાઇ

 | 2:49 am IST

અમદાવાદ તા.૧૮

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના સપ્તાહ (૧૦થી ૧૬ માર્ચ) દરમિયાન ૨૦,૪૯,૧૬૦ સોદામાં રૂ.૮૯,૭૧૫.૩૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ રહી હતી. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. તાંબુ અને જસત વધવા સામે નિકલ, એલ્યુમિનિયમ અને સીસું ઘટયા હતા. એનર્જીમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં ઢીલાશ ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૬ લાખ ગાંસડીથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવ વધી આવ્યા હતા. મેન્થા વાયદા ઘટવા સામે સીપીઓ અને એલચીના વાયદાના ભાવમાં બેતરફ્ી વધઘટ રહી હતી. કોમડેક્સ સપ્તાહમાં ૨૨.૭૬ પોઈન્ટ ઘટયો હતો.

કિંમતી ધાતુઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮,૩૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૫ ઘટી રૂ.૨૮,૪૧૧ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૮,૫૪૦ અને નીચામાં રૂ.૨૭,૯૦૭ બોલાયો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદીનો મે વાયદો કિલોદીઠ રૂ.૪૦,૭૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૧,૨૩૫ અને નીચામાં રૂ.૩૯,૮૦૮ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.૨૩૬ ઘટી રૂ.૪૦,૫૯૮ બંધ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં કિલોદીઠ તાંબુ એપ્રિલ વાયદો રૂ.૬.૦૫ વધી રૂ.૩૮૭.૭૫, નિકલ માર્ચ વાયદો રૂ.૧૧.૩૦ ઘટી રૂ.૬૬૬.૭૦, એલ્યુમિનિયમ માર્ચ ૮૫ પૈસા ઘટી રૂ.૧૨૩.૮૫, સીસું માર્ચ રૂ.૩.૮૫ ઘટી રૂ.૧૪૬.૫૫ અને જસત માર્ચ રૂ.૫.૪૦ વધી સપ્તાહના અંતે રૂ.૧૮૪.૩૫ બંધ રહૃાા હતા. એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલનો માર્ચ વાયદો બેરલદીઠ રૂ.૩,૨૯૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૯ ઘટી રૂ.૩,૧૯૨ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૪.૫૦ ઘટી બંધમાં રૂ.૧૯૨ના ભાવ રહૃાા હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૩૦થી રૂ.૭૦ની રેન્જમાં વધ્યા હતા. કોટનનો માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧,૨૪૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૧,૪૭૦ અને નીચામાં રૂ.૨૦,૯૫૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૩૦ વધી રૂ.૨૧,૩૬૦ બંધ રહ્યો હતો. સીપીઓનો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૫૨૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૭૦ વધી રૂ.૫૩૦.૯૦ થયો હતો.  એલચીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૩.૯૦ વધી રૂ.૧,૪૦૬.૪૦ થયો હતો,. મેન્થા તેલના વાયદા રૂ.૫.૭૦થી રૂ.૨૦ જેટલા નરમ હતા. મેન્થા તેલનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૧,૦૨૫.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૦ ઘટી રૂ.૧,૦૦૪.૩૦ બંધ રહ્યો હતો. એરંડાનો માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૪,૨૨૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૪૮ વધી રૂ.૪,૩૫૧ બંધ રહ્યો હતો.