રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓની યાદી કરી જાહેર, કુલ 69 જાતિઓના નામની આ રહી યાદી - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓની યાદી કરી જાહેર, કુલ 69 જાતિઓના નામની આ રહી યાદી

રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓની યાદી કરી જાહેર, કુલ 69 જાતિઓના નામની આ રહી યાદી

 | 9:10 am IST

। ગાંધીનગર ।

પાટીદાર અનામત આંદોલનને પગલે સરકારે સપ્ટેમ્બર ૨૦૧૭માં તત્કાળ ઠરાવ કરીને સવર્ણ જ્ઞાતિના શૈક્ષણિક અને આર્થિક વિકાસ અર્થે બિનઅનામત નિગમ- GUEEDCની રચના કરી હતી. તેના એક વર્ષ પછી સરકારે બિનઅનામત વર્ગની ૬૯ જાતિઓને અલગ તારવી શુક્રવારે તેનો ઠરાવ જાહેર કર્યો હતો.

ભાજપ સરકારે સવર્ણો માટે GUEEDC દ્વારા અમલમાં મૂકેલી આઠ યોજનાનો અસરકારક અમલ થયો નથી. ૬ મહિનાને અંતે ૪૩૩ યુવાનો એ જ અરજી કરી છે અને તેમાંથી માત્ર ૧૪૬ અરજીઓ જ મંજૂર થઈ છે. આ ફિયાસ્કા પછી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અધિક સચિવ કે. જી. વણઝારાની સહીથી એસટી, એસસી, ઓબીસી અને બિનઅનામત એમ ચાર પરિશિષ્ટ સાથેનો ઠરાવ પ્રસિદ્ધ થયો છે. આ ઠરાવમાં દર્શાવેલી બિનઅનામત વર્ગની જાતિઓને મામલતદાર સહિત સત્તાધિકારીઓને સર્ટિફિકેટ આપવા પડશે. વિભાગે આ ઠરાવ થકી સ્પષ્ટ કયુંર્ છે કે કોઈ પણ એક આધારથી અરજદારનો વર્ગ કે જાતિ નક્કી થતા હોય તો બિનજરૂરી વધારાના આધારો માગીને અરજદારને હાલાકીમાં મૂકવાનો રહેશે નહી.

બિનઅનામત ૪૨ હિંદુજાતિ

બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલ, લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ).

બિનઅનામત ૨૪ મુસ્લિમ જાતિઓ

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા.

બિનઅનામતમાં અન્ય ધર્માવલંબી

પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન