Non Secretarial clerk exam video goes viral on social Media
  • Home
  • Ahmedabad
  • બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો વીડિયો વાયરલ થતા હોબાળો, ગેરરીતિ થયા હોવાનો આરોપ

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો વીડિયો વાયરલ થતા હોબાળો, ગેરરીતિ થયા હોવાનો આરોપ

 | 10:49 am IST

બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે અગાઉ ભારે વિવાદ વચ્ચે રવિવારે એટલે કે 17 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ હવે આ લેખિત પરીક્ષાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષાને લઈ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સમય પૂર્ણ થવા છતા અમુક વિદ્યાર્થીઓને પેપર લખવા દેવાયું હતું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ કર્યા છે. ઉપરાંત ઉમેદવારો પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષાને લઈ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.



હોબાળો કરી ઉમેદવારોએ કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માગ પણ કરી છે. એવી માહિતી મળી છે કે 2019 બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બે વાગ્યાની બદલે ત્રણ વાગ્યા સુધી અલગ રૂમમાં બેસાડી નેતાઓના સગાઓની પરીક્ષા લેવામાં આવી હતી. ઉપરાંત એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે Whatsapp દ્વારા તેમને જવાબ આપવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આવતીકાલે ઉમેદવારો ગાંધીનગરમાં આવેદન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન