Noodles chat recipe at easy stape tray at home Chat Recipe
  • Home
  • Featured
  • ચાઇનીઝ ખાવાના શોખીન માટે ઘરે જ બનાવો ક્રિસ્પી નૂડલ્સ ચાટ, સ્વાદ ક્યારેય ભૂલાશે નહી

ચાઇનીઝ ખાવાના શોખીન માટે ઘરે જ બનાવો ક્રિસ્પી નૂડલ્સ ચાટ, સ્વાદ ક્યારેય ભૂલાશે નહી

 | 1:59 pm IST

જો તમે એક જ પ્રકારના નૂડલ્સ ખાઇને કંટાળી ગયા છો તો આજે કોઈ અલગ શૈલીથી ચાટની જેમ બનાવીને ક્રિસ્પી નૂડલ્સ ચાટ બનાવીશું જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ચાટને તમે નાસ્તામાં કે ડીનરમાં કે પછી લંચમાં ખાઈ શકો છો. આજે આપણે ભારતીય સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ટેસ્ટી અને ક્રિસ્પી નૂડલ્સ ચેટ રેસીપી શીખીશુ.

નૂડલ્સ ચાટ બનાવવા જોશે સામગ્રી

ગાર્નિશ માટે
લીલી ડુંગળી – 3/4 કપ
ટામેટા સોસ – 2 ચમચી
કોથમીર – 1 ચમચી
મરી પાવડર – 1 ચમચી
લીલી મરચાંની ચટણી – 2 ચમચી

નૂડલ્સ ચાટ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ પેનમાં પાણી, નૂડલ્સ અને થોડું તેલ ઉકાળો. નૂડલ્સને ઉકાળ્યા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો અને સૂકવી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં નૂડલ્સ તળી લો. એક અલગ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં શાકભાજી, ખાંડ, મીઠું, લસણ, મરીનો પાવડર નાખો અને 1 મિનિટ માટે પકાવો.

લીંબુનો રસ અને નૂડલ્સ નાખીને મિક્સ કરી ગેસ બંધ કરો. હવે સર્વિંગ પ્લેટમાં નૂડલ્સ કાઢો અને લીલા મરચા, ટમેટાની ચટણી, ડુંગળી, લીલી કોથમીર નાખી ગાર્નિશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન