વેકેશનમાં બાળકોને ખુશ કરવા આ રીતે ઘરે બનાવો 'નૂડલ્સ સેન્ડવિચ' - Sandesh
  • Home
  • Food & Travel
  • વેકેશનમાં બાળકોને ખુશ કરવા આ રીતે ઘરે બનાવો ‘નૂડલ્સ સેન્ડવિચ’

વેકેશનમાં બાળકોને ખુશ કરવા આ રીતે ઘરે બનાવો ‘નૂડલ્સ સેન્ડવિચ’

 | 11:38 am IST

સામગ્રી
હકા નૂડલ્સ બાફેલા એક કપ
ઝીણી સમારેલી કોબી 1/2 કપ
બાફેલી મેગી 1/2 કપ
મેગી મસાલો બે ચમચી
રેડ ચીલી સોસ એક ચમચી
સોયા સોસ 1/2 ચમચી
આજીનો મોટો એક ચમચી
મીઠું અડધી ચમચી
કાંદાની ચીપ્સ ચાર ચમચી
સલાડ ઓઈલ ચાર ચમચી
બ્રેડની સ્લાઈસ 8થી 10 નંગ
વિનેગાર ચાર ચમચી

રીત
સૌ પ્રથમ પાનમાં સલાડ ઓઈલ ગરમ કરી તેમાં કોબી સાંતળો. ત્યારબાદ કાંદા સાંતળી મેગી મસાલો, બાફેલા નૂડલ્સ, બાફેલી મેગી, મીઠું, આજીનો મોટો, રેડ ચીલી સોસ, સોયા સોસ ઉમેરો.  હળવે હાથે હલાવી મિક્સ કરો. હવે મિશ્રણને ઠંડું કરો.  ત્યારબાદ બ્રેડની સ્લાઈસ પર મિશ્રણ પાથરી ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્ટરમાં ગ્રીલ કરો. તો તૈયાર છે ‘નૂડલ્સ સેન્ડવિચ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન