Noor Jehan who is watching young boys in cars and have 16 boyfriend
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 16 બોયફ્રેન્ડ અને કારમાંથી યુવાન છોકરા જોવાની શોખીન ગાયિકા યાદ છે તમને??

PHOTOS: 16 બોયફ્રેન્ડ અને કારમાંથી યુવાન છોકરા જોવાની શોખીન ગાયિકા યાદ છે તમને??

 | 1:45 pm IST

પાકિસ્તાનની ગજબ ગાયિકા રહેલી નૂરજહાંની 21 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ છે. 1926માં જન્મેલી નૂરજહાંનું અસલી નામ અલ્લાહ રાખી વસાઈ હતું. 1930થી 1990 સુધી એટલે કે સાત દશક સુધી પોતાનાં જાદુઈ અવાજથી દર્શકોનું દિલ જીતનાર નૂરજહાંને મલ્લિકા એ તરન્નુમનો એવોર્ડ પણ મળ્યો હતો. એક લેખ પ્રમાણે વાત કરીએ તો ફરીદા અને નૂરજહાં ખાસ્સી દોસ્ત હતી અને જ્યારે એની કાર છોકરાઓ સામે પસાર થતી હતી તો ધીમી કરી નાખે કારણ કે તે નૌજવાન છોકરાઓને તાકી તાકીને જોઈ શકે.

નૂરજહાંએ મહાન બનવા માટે ખુબ મહેનત કરી છે. તેની જિંદગીમા ઘણા મોડ આવ્યા. એમા સારા અને ખરાબ મોડ પણ આવ્યાં. તેણે લગ્ન કર્યા, તલાક લીધા, પ્રેમ સંબંધો બનાવ્યા, નામ કમાયું અને તેની જિંદગીના આખરી પળે પણ તકલીફો ભોગવી. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ સાથે પણ નૂરજહાં રંગે હાથ ઝડપાઈ હતી.

એક વખત એક પાકિસ્તાનની મોટી હસતી તજમ્મુલએ નૂરજહાંને હિમ્મત કરીને પૂછી લીધું કે તમારા કેટલા આશિક છે. સાચું જ જણાવી દો. તો નૂરજહાંએ ગણવાનું શરૂ કર્યું. કેટલીક મિનિટો સુધી ગણાવ્યા બાદ તેણે તજમ્મુલને પૂછ્યું કે કેટલા થયા? તો તજમ્મુલે જબાવ આપ્યો કે અત્યાર સુધીમાં 16 થઈ ગયા. નૂરજહાંએ કહ્યું કે અરે..રે… હું ના ના કરતી હતી અને 16 થઈ ગયા. ઉલ્લેખનીય છે કે નૂરજહાંનુ મોત હાર્ટએટેક આવવાથી થયું હતું. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન