Nora Fatehi Dance with Children on Kamariya Song Video Goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નોરા ફતેહીએ બાળકોની રિક્વેસ્ટ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વાયરલ Video

નોરા ફતેહીએ બાળકોની રિક્વેસ્ટ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વાયરલ Video

 | 11:47 am IST

બોલિવૂડમાં ધમાકેદાર ડાન્સ માટે ઓળખાતી નોરા ફતેહીના વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ ધમાલ મચાવે છે. નોરા ફતેહીના બેલી ડાન્સના વીડિયો સોશિલ મીડિયા પર ફેન્સ દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. તમને બતાવી દઈએ કે નોરા ફતેહીએ ફિલ્મ ‘સ્ત્રી’માં ‘કમરિયા’ સોંગ પર જબરદસ્ત ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા હતા.

જોકે હવે નોરા ફતેહીનો ફરી એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ‘કમરિયા’ સોંગ પર નાના બાળકો સાથે ડાન્સ કરતા નજરે આવી રહી છે. નોરાએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ખુદ બાળકોને ડાન્સના સ્ટેપ શીખવાડતા જોવા મળી રહી છે. આ વીડિયોમાં 4-5 બાળકો દેખાઈ રહ્યાં છે જે નોરા ફતેહીને ડાન્સ કરવા માટે રિક્વેસ્ટ કરે છે. નોરા પણ આ રિક્વેસ્ટને સ્વીકરી તેમની સાથે ડાન્સ કરે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને ખૂબજ પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન