Nora Fatehi's Alien Dance on Dilbar song video viral
  • Home
  • Videos
  • Video : નૌરાના ગીત પર એલિયનનો ડાન્સ જોઈને હસીહસીને લોટપોટ થઈ જશો

Video : નૌરાના ગીત પર એલિયનનો ડાન્સ જોઈને હસીહસીને લોટપોટ થઈ જશો

 | 11:45 am IST

બાહુબલી ફેમ બોલિવુ એક્ટ્રેસ નૌરા ફતેહી હવે જોન અબ્રાહમની આગામી ફિલ્મ સત્યમેવ જયતેમાં જોવા મળશે. તે આ ફિલ્મનું સોન્ગ દિલબરમાં કમર લચકાવતી જોવા મળી રહે છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત પર નૌરા ફતેહીનો બેલી ડાન્સ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જ્હોન અબ્રાહમ અને નૌરા ફતેહીની જુગલબંદીવાળુ આ ગીત યુટ્યુબ પર તહેલકા મચાવી રહ્યું છે. પરંતુ નૌરાનો બીજ જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક એલિયન દિલબર ગીત પર નૌરા ફતેહીની કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા ટીવી એક્ટ્રેસ દિવ્યાંક ત્રિપાઠી અને સ્ટેન્ડઅપ કોમેડિયન મલ્લિકા દુઆએ પણ એલિયન સાથેનો ડાન્સવાળો વીડિયો કર્યો હતો, જે વાઈરલ થયો હતો. નૌરાનો આ વીડિયો પણ લોકોને પસંદ આવી રહ્યો છે.