ઉત્તર ગુજરાતના લોકોને હજી કાતિલ ઠંડીનો કરવો પડશે સામનોઃ હવામાન વિભાગ - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઉત્તર ગુજરાતના લોકોને હજી કાતિલ ઠંડીનો કરવો પડશે સામનોઃ હવામાન વિભાગ

ઉત્તર ગુજરાતના લોકોને હજી કાતિલ ઠંડીનો કરવો પડશે સામનોઃ હવામાન વિભાગ

 | 5:49 pm IST

છેલ્લા બે દિવસથી અચાનક ઉત્તર ગુજરાતના હવામાને પલટો લીધો છે અને વાદળછાયા વાતાવરણના લીધે અત્યારે દિવસના તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી છે કે લોકોને હજી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.

ઉત્તર ભારત અને હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આમ તો ઉત્તર ભારત સુધી જ સીમિત રહેતી હોય છે પરંતુ તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છેક ગુજરાત સુધી પહોંચી ગઈ છે. અને તેના લીધે ઉત્તર ગુજરાતના વાતાવરણ અચાનક પલટો આવી ગયો છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે છેલ્લા બે દિવસથી ડીસા સહીત આસપાસના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું બની ગયું છે અને દિવસના તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

જયારે રાત્રીનું તાપમાન યથાવત છે. ત્યારે ડીસામાં આવેલી ભારત સરકારની હવામાન વિભાગની કચેરીના મૌસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે. કે હવામાનમાં આવેલો આ ફેરફાર ૪૮ કલાક સુધી રહેશે અને ભેજ વધુ હોવાના લીધે કેટલાક સ્થળો પર છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા પણ છે. આ ઉપરાંત વાદળો હટતા ડીસા સહીત ઉત્તર ગુજરાતના લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે.

ડીસાના હવામાનમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.. ત્યારે મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન બાદ આગામી દિવસોમાં લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.