ઉત્તર ગુજરાતના સમીમાં રૂ. ૪૬ લાખના દારૂ સાથેનું ટ્રેઇલર ઝડપાયું

ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં રાજ્યભરમાં ઠેરઠેર રોજેરોજ દારૂ પકડાવાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતમાં આવેલા સમીમાં બની છે. જ્યાં પેટ્રોલિંગ કરતી વખતે પોલીસે દારૂ ભરેલું આખું ટ્રેલર પકડી પાડ્યું હતું. પકડાયેલા દારૂની કિંમત રૂ. ૪૬ લાખથી વધુ માનવામાં આવી રહી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શનિવારના રોજ રાત્રી દરમિયાન સમી પોલીસ દ્વારા સમીના વેડગામ નજીક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાત્રીના ચાર કલાકના સુમારે એક ટાટા ટ્રેઈલર (આર.જે.૧૩.જીએ.૯૭૭૭) પસાર થતા પોલીસ દ્વારા તેને ઊભુ રખાવીને તેની પાછળના ભાગમાં તપાસ કરવામાં આવી હતી.
જેમાં ટ્રેઈલરની અંદર અલ્ટ્રાટેક લખેલી થેલીઓની અંદર સફેદ પાવડર ભરેલ હતો તેમજ તેની નીચે તપાસ કરતા સમી પોલીસને વિદેશી દારૃ મળી આવ્યો હતો. જેથી આ ટ્રેઈલરને સમી પોલીસ સમી ખાતે આવેલા પોલીસ મથકે લાવીને લાઈટના અજવાળામાં તપાસ કરી હતી. જેમાં જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૃ મળી આવેલ જેમાં (૧)રોયલ સ્ટાઈલ જીન બોટલ નંગ ૨૯૬૪, કિંમત રૃ.૮,૮૯,૨૦૦, (૨)ગોવા સ્પેશિયલ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ ૮૭૩૬ કિંમત રૃ.૮,૭૩,૬૦૦ (૩)હાઈ સ્પીડ વ્હીસ્કી બોટલ નંગ ૨૮,૬૫૬ કિંમત રૃ.૨૮,૬૫,૬૦૦ કુલ ૪૦,૩૫૬ નંગ બોટલ વિદેશી દારૃ પકડવામાં આવ્યો હતો.
જેની કુલ કિંમત ૪૬,૨૮,૪૦૦ રૃપિયાનો વિદેશી દારૃ પકડવામાં આવ્યો હતો અને ટ્રેઈલર સહિત સમી પોલીસે કુલ ૬૧,૩૨,૯૮૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યોહતો અને ટ્રેઈલરના ડ્રાઈવર રામ કેશારામ બિસ્નોઈ (રહે.નેનીવાડી, તા.ધોરીમન્ના, જિ.બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન