north india monsoons indiaimd gujarat cyclone vayu meteorological
  • Home
  • Featured
  • પડતાં પર પાટું: ‘વાયુ’ ચોમાસાની પથારી ફેરવશે! ઉત્તર ભારતમાં મચી જશે હાહાકાર

પડતાં પર પાટું: ‘વાયુ’ ચોમાસાની પથારી ફેરવશે! ઉત્તર ભારતમાં મચી જશે હાહાકાર

 | 10:31 am IST

ભીષણ ગર્મીથી પીડાતાં ઉત્તર ભારતમાં પહેલાથી જ ભવિષ્યવાણી થઈ ચૂકી છે કે ચોમાસું મોડુ બેસશે અને વરસાદ મોડો આવશે. ધીરે ધીરે જે રીતે વરસાદ આગળ વધી રહ્યો હતો એનાં પરથી એવું લાગી રહ્યું છે કે થોડાક દિવસોમાં રાહતનાં સમાચાર મળી શકે છે. પરંતુ તોફાન વાયુનાં હાહાકારને લીધે હવે આશંકા બદલી રહી છે. કારણ કે શક્યતા તો એવી છે કે વાયુ ચોમાસાંને લઈને જ ઉડી ન જાય. જો એવું થયું તો ઉત્તર ભારતમાં હાહાકાર મચી જશે. કારણ કે ત્યાનાં બધા લોકો ખેતી પર નિર્ભર છે અને જો વરસાદ ન થાય તો પરિસ્થિતિ વધારે કંગાળ બની જશે.

આમ તો પહેલાથી જ વરસાદ મોડો આવવાની શક્યતા છે. પરંતુ જો 80થી 90 કિલોમીટરની ઝડપે આવતા વાવાઝોડા વાયુની ઝપટમાં ચોમાસું આવી ગયું તો ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવી શકે છે. જો વરસાદી વાદળ રોકાયાં નહીં તો વરસાદ નહીં થાય અને જો વરસાદ નહીં થાય તો ઉત્તર ભારતમાં બધુ સુકુ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેગરીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઇક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. બુધવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરાશે.

એક અઠવાડિયું મોડુ ચાલી રહેલાં દક્ષિણી-પશ્વિમી ચોમાસાને લઈને ભારતનાં હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોમાસું દક્ષિણ અરબ સાગર, લક્ષદ્વિપના મહત્વનાં ભાગોમા અને કેરલ તેમજ દક્ષિણ તમિલનાડુનાં કેટલાક ભાગોમાં આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું કે પુર્વનાં કેટલાક ભાગોમાં તો વરસાદ આવે એની પરિસ્થિતિ પણ ઉભી થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન