US, UN બધાં ફેઇલ, ‘જુગાડ’ કરી અબજો કમાઈ રહ્યું છે ઉત્તર કોરિયા - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • US, UN બધાં ફેઇલ, ‘જુગાડ’ કરી અબજો કમાઈ રહ્યું છે ઉત્તર કોરિયા

US, UN બધાં ફેઇલ, ‘જુગાડ’ કરી અબજો કમાઈ રહ્યું છે ઉત્તર કોરિયા

 | 11:40 pm IST

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઉત્તર કોરિયા પ્રતિબંધોનું ઉલ્લંઘન મામલે એક નવો રિપોર્ટ બહાર પાડયો છે. રિપોર્ટ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવેલા પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ ગયા વર્ષે કોલસા અને અન્ય પ્રતિબંધિત ઉત્પાદનોની નિકાસ કરીને 2,000 લાખ ડોલરની કમાણી કરી છે !

નિષ્ણાતોના એક પેનલે ઉત્તર કોરિયા અંગે તપાસ કરીને આ વાતનો પત્તો લગાવ્યો છે, જે બાદ તેમણે આ રિપોર્ટ તૈયાર કરી સંયુક્ત રાષ્ટ્ર સમિતિને મોકલી આપ્યો છે. એક વિદેશી મીડિયાએ સંયુક્ત રાષ્ટ્રના એક રાજદ્વારીના રિપોર્ટથી મહત્ત્વપૂર્ણ વાતો બહાર આવી છે, જે અંગે તેમણે જાહેર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે.

રિપોર્ટમાં તપાસ કરનારાઓએ એ વાત ઉપર ભાર મૂકીને કહ્યું છે કે ઉત્તર કોરિયા પહેલાથી જ વૈશ્વિક તેલ આપૂર્તિ , વિદેશી નાગરિકો, વિદેશી કંપનીઓની નોંધણી અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ પ્રણાલિના નિયમોનું ઉલ્લંઘન કરતું આવ્યું છે તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ સીરિયા અને મ્યાનમારને શસ્ત્રો પણ વેચ્યા છે.

પ્રતિબંધિત તમામ ચીજોની નિકાસ
રિપોર્ટ અનુસાર કેટલાય આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન એ તમામ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જેના પર પ્રતિબંધ લગાવ્યા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ઉત્તર કોરિયાએ ચીન, મલેશિયા, રશિયા અને વિયેતનામને કોલસાની નિકાસ કરી છે.