North Korea is still Working on Nuclear missiles, Satellite Photos Showed
  • Home
  • Featured
  • ઉત્તર કોરિયા અમેરિકા સહિત દુનિયાને બનાવી રહ્યું છે ઉલ્લુ, આ રહ્યો પુરાવો

ઉત્તર કોરિયા અમેરિકા સહિત દુનિયાને બનાવી રહ્યું છે ઉલ્લુ, આ રહ્યો પુરાવો

 | 1:04 pm IST

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર સમ્મેલન બાદ પ્યોંગયોંગ પોતાના એક મહત્વપૂણ પ્રતિષ્ઠાનનો વિસ્તાર કરી રહ્યું છે. આ બાબત એક ઉપગ્રહથી લેવાયેલી તસવીરોના આધારે સામી આવી છે.

ઉત્તર કોરિયા પહાડી વિસ્તારમાં આવેલા પોતાના યીઓંગજેઓ-ડૉંગ મિસાઈલ પ્રતિષ્ઠાનનો વિસ્તાર કર્યો છે. આ ઉપરાંત તે વધુ એક પ્રતિષ્ઠાનનો પણ નિર્માણ કરી રહ્યું છે. અગાઉ આ સ્થળની ઓળખ થઈ શકી નહોતી. આ તસવીરો સીએનએન દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ મામલે પેંટાગોન ઝીણવટ ભરી નજર રાખી રહ્યું છે. આ મામલે પેંટાગોને કહ્યું છે કે, અમે ઉત્તર કોરિયા પર ચાંપતી નજર રાખી રહ્યાં છીયે. પરંતુ અમે ગુપ્ત જાણકારીને લઈને જાહેરમાં ચર્ચા ના કરી શકીએ.

ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, તે 2019ની શરૂઆતમાં કિમ સાથે બીજા શિખર સમ્મીલનની આશા રાખે છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું હતું કે, ટ્રમ્પનું માનવું છે કે, કિમે સિંગાપુર શિખર સમ્મેલનમાં આપેલા વચનો નિભાવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન