ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન સર્જાયું - Sandesh
  • Home
  • World
  • ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન સર્જાયું

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન સર્જાયું

 | 10:30 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે મુલાકાત અને વાતચીત માટે શરતો મુકી છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પ્યોંગયોંગ વાતચીત યથાવત રાખવા માટે કોઈ નક્કર પગલા નહીં ભરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના સરમુખત્યાર સાથે મુલાકાત નહીં યોજે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીતની પ્રક્રિયા ધીમી પડી શકે છે.

વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ત્યાં સુધી મુલાકાતમાં ભાગ નહીં લે જ્યાં સુધી ઉત્તર કોરિયા તરફથી કોઈ નક્કર પગલા ન ભરવામાં આવે અને પ્રેસિડેંટ તેનાથી સંતુષ્ઠ ન થાય. જોકે સેંડર્સે પોતાના નિવેદનમાં એ બાબત સ્પષ્ટ કરી ન હતી કે અમેરિકા ઉત્તર કોરિયા પાસેથી કેવા પ્રકારની આશા રાખી રહ્યું છે. માનવામાં આવે છે કે ટ્રંમ્પ પર કિમ જોંગની શરતો પર વાતચીત માટેની તૈયાર હોવાના આરોપ બાદ વ્હાઈટ હાઉસે આ નવી શરત મુકી છે.

અમેરિકા અને ઉત્તર કોરિયાના તણાવગ્રસ્ત સંબંધો તેની ચરમસીમાએ છે. બંને દેશો દ્વારા એકબીજા પર નિરંતર પ્રહારો કરવામાં આવતાં રહે છે. પરંતુ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિંટર ઓલિમ્પિક બાદ ઉત્તર કોરિયા થોડું નરમ પડ્યું હતું અને અમેરિકા સાથે બેસીને વાતચીત કરવાની તૈયારી દાખવી હતી. દુનિયા આખી આ બંને દેશો વચ્ચેની વાતચીતને મીટ માંડીને રાહ જોઈ રહી હતી. પરંતુ અચાનક વ્હાઈટ હાઉસ તરફથી આવેલા નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઉત્તર કોરિયાના પરમાણું હથિયારોને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો એટલો સરળતાથી અંત આવે તેમ નથી. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે ટ્વિટ વાતચીતને લઈને શંકાઓને દુર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે ઉત્તર કોરિયા સાથે વાતચીતના મુદ્દે કરેલા એક ટ્વિટમાં કહ્યું હતું કે – ઉત્તર કોરિયા સાથે ડીલ માટેનું કામ યથાવત છે અને તે રહેશે જ. જો આ ડીલ પુરી થાય તો તે દુનિયા માટે ખુબ સારી બાબત લેખાશે. તેના માટે યોગ્ય સમય અને યોગ્ય સ્થળની પસંદગી હજી બાકી છે.

અમેરિકા ઘણા લાંબા સમયથી ઉત્તર કોરિયાને તેના પરમાણું હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામનો અંત કરવા કહી રહ્યું છે. જેને ઉત્તર કોરિયા નકારતું આવ્યું છે. જોકે ઉત્તર કોરિયાની તેના માડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે વિભિન્ન મુદ્દે વાતચીત આગળ વધી રહી છે.