ટ્રમ્પ સામે માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઘુંટણીયે, વાતચીત માટે તૈયાર - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રમ્પ સામે માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઘુંટણીયે, વાતચીત માટે તૈયાર

ટ્રમ્પ સામે માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઘુંટણીયે, વાતચીત માટે તૈયાર

 | 8:07 pm IST

રોજ ઉઠીને એકબીજા પર અણુંબોમ્બ ઝીંકીને ફૂંકી મારવાની અને નકશામાંથી નામ મીટાવી દેવાની ધમકી આપી રહેલા કટ્ટર દુશ્મનો અમેરિકા અને ઉત્તર કોરિયા એકબીજા સાથે વાતચીતનો માર્ગ અપનાવી શકે છે. ઉત્તર કોરિયાના માથાફરેલ સરમુખ્યત્યાર આખરે અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયો છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા નવા અત્યંત કડક પ્રતિબંધો બાદ ઉત્તર કોરિયા કોરિયા વાતચીત માટે તૈયાર થયું છે. આ દાવો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કિમ યોંગ ચોલની આગેવાનીમાં આવેલા ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળે અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ નિવેદન ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેડ વચ્ચે યોજાયેલી એક કલાકની વાતચીત બાદ આવ્યું છે.

દક્ષિણ કોરિયામાં વિંટર ઓલિમ્પિક ચાલી રહી છે. જેમાં ઉત્તર કોરિયાએ સૌના આશ્ચર્ય વચ્ચે તેના ખેલાડીઓ દક્ષિણ કોરિયા મોકલ્યાં હતાં. હવે વિંટર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભાગ લેવા ઉત્તર કોરિયાએ સેનાના એક જનરલની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા મોકલ્યું છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે પણ તેમની પુત્રી અને સલાહકાર ઈવાંકા ટ્રમ્પની આગેવાનીમાં વિંટર ઓલિમ્પિક્સના સમાપન સમારોહમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. કિમ યોંગ ચોલની આગેવાનીમાં આવેલા ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળે અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ બાબતની સત્તાવાર જાહેરાત કરી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા એ વાત પર સહમત થયું છે કે બંને કોરિયાઈ દેશો સાથે સાથ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે પણ સંબંધો સુમેળભર્યા બને.

સમગ્ર ઘટના માટે વિંટર ઓલિમ્પિક નિમિત્ત બની છે. વિંટર ઓલિમ્પિકના પ્રારંભે જ પાડૉશી પરંતું એકબીજાના ધૂર વિરોધી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાથે આવ્યાં હતાં. જ્યારે વિંટર ઓલિમ્પિકના સમાપન સમારોહ પ્રસંગે ઉત્તર કોરિયા અને અમેરિકા એકસાથે આવવાના સંજોગો આકાર પામી રહ્યાં છે. જો કે ઉત્તર કોરિયાના વલણ પર અમેરિકા તરફથી હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આવી નથી.

તાજેતરમાં જ અમેરિકાએ ઉત્તર કોરિયા પર અત્યાર સુધીના સૌથી કડક કહી શકાય તે પ્રકારના પ્રતિબંધો લાદ્યાં હતાં. અમેરિકાએ દુનિયાભરના બંદરોની 33 જહાંજો પર પરતિબંધ લગાવ્યો હતો. તે ઉપરાંત 27 શિપિંગ વ્યાપારને બ્લેકલિસ્ટ કરવાની સંયુક્ત રાષ્ટ્રને માંગ કરી હતી. અમેરિકાના આ વલણને ઉત્તર કોરિયાએ તેના વિરૂદ્ધ યુદ્ધ ગણાવ્યું હતું. આમ અત્યંત સંઘર્ષમય સમયમાં ઉત્તર કોરિયા તરફથી અમેરિકા સાથે વાત કરવાની ઓફરથી દુનિયાએ સુખદ આશ્ચર્ય અનુંભવ્યું છે.