NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ છે ન્યાયની તલવાર

ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ છે ન્યાયની તલવાર

 | 12:38 pm IST

ઉત્તર કોરિયાના વિદેશપ્રધાન રી યોંગ હોએ તેમના દેશના પરમાણુ કાર્યક્રમને ન્યાયની તલવાર ગણાવ્યા છે.  મીડિયા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંબોધન યુદ્ધ માટે ઉશ્કેરણીજનક હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તેમના દેશ અને સહયોગી રાષ્ટ્રોને સુરક્ષાની જરૂર પડશે તો અમેરિકા ઉત્તર કોરિયાનો સંપૂર્ણપણે નાશ કરશે.

તેમણે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો અમેરિકા સામે રક્ષણ મેળવવા માટે પ્રતિરોધક છે. ઉત્તર કોરિયાની સેના પાસે અતૂટ શક્તિ છે અને આક્રમક અમેરિકાને પાઠ ભણાવ્યા વિના છોડશે નહીં.  ઉત્તર કોરિયાની સેના અને તેને લોકો અમેરિકનોને પાઠ ભણાવવાની સતત માગણી કરે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી સેનાના બોમ્બવર્ષક વિમાનોએ ઉત્તર કોરિયાના કોરિયા દ્વિપકલ્પ પરથી ઉડ્યન કર્યું હતું.