North Korean Kim Jong Un latest picture
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કિમ જોંગની નવી તસવીર જોઇ દુનિયા આખી સ્તબ્ધ, ઉત્તર કોરિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું

કિમ જોંગની નવી તસવીર જોઇ દુનિયા આખી સ્તબ્ધ, ઉત્તર કોરિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું

 | 1:15 pm IST
  • Share

મોટાભાગે પોતાની ‘ક્રૂરતા’ માટે ચર્ચિત ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની નવી તસવીરો આ વખતે અલગ જ કારણોસર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. વાત એમ છે કે કિમ જોંગે આ વર્ષે કમ સે કમ 20 કિલોગ્રામ વજન ઓછું કરી દીધું છે. તાજેતરમાં તેમના સૈન્ય ઓફિસરોને અભિવાદન કરતી તસવીરો સામે આવી હતી. તેને જોઇ લાગી રહ્યું હતું કે વજન ઓછું થયા બાદ તેનો ટ્રેડમાર્ક માઓ સૂટ ઢીલો થઇ ગયો છે.

દિલચસ્પ વાત એ છે કે એક મહિના પહેલાં સરકારી મીડિયાએ કિમની તબિયત પર ચિંતા વ્યકત કરી હતી. સામાન્ય રીતે કિમની તબિયત અંગે ચર્ચા કરાતી નથી અને તેની સાથે જોડાયેલી માહિતી સિક્રેટ રખાય છે પરંતુ તેના વજન પર ચર્ચા પણ થવા લાગી છે અને ચિંતા પણ વ્યકત કરાય રહી છે. કોરિયન પીપલ્સ આર્મીના કમાન્ડરો અને પોલીસ ઓફિસર્સની પહેલી વર્કશોપમાં કિમ ખૂબ જ પાતળા દેખાય છે. તેના પરથી તેમની બીમારીની અટકળો પણ થવા લાગી છે.

‘કિમની તબિયાત દેખીને તૂટી ગયા’

ગયા મહિને સરકારી KCTVએ એક સામાન્ય નાગરિકના હવાલે દાવો કર્યો હતો કે દેશમાં લોકો કિમની તબિયત જોઇને તૂટી ગયા છે. ઉત્તર કોરિયામાં આર્થિક સ્થિતિ પહેલેથી જ ખરાબ હતી અને કોરોના વાયરસના લીધે દેશની આર્થિક સ્થિતિ વધુ નબળી પડી ગઇ છે. ખાવાનું પણ સંકટ ઉભું થયું છે અને સરહદ સાથે જોડાયેલા નિયમોના લીધે અર્થતંત્ર ચમરાઇ ગયું છે.

પહેલી વખત તબિયત પર ચર્ચા

તો ઉત્તર કોરિયાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારી ટીવીની આ રીતે કિમની તબિયત પર ચર્ચા કરવી એક પીઆર એક્સરસાઇઝ છે. તેમની તબિયાત અંગે દુનિયાને બતાવીને શાસક ઇચ્છે છે કે સાંત્વના પણ મળે અને લોકોને કહેવામાં આવે કે આવી સ્થિતિમાં પણ કિમ જોંગ તેમના માટે કામ કરે છે. પહેલાં પણ કેટલીય વખત કિમની તબિયતને લઇ સમાચાર આવતા રહ્યા છે અને મોત સુધીના દાવા થતા રહ્યા છે પરંતુ થોડાંક સપ્તાહ કે મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ કિમ સામે આવે છે અને કોઇને ખબર પડતી નથી કે તેઓ કયાં ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન