North Korean Regime confesses Kim Jong Cannot Magically Disappear
  • Home
  • Featured
  • તો શું ખરેખર મૃત્યું પામ્યા ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન? આવ્યા પરિવર્તનના સંકેત

તો શું ખરેખર મૃત્યું પામ્યા ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન? આવ્યા પરિવર્તનના સંકેત

 | 11:40 pm IST

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન મૃત્યુ પામ્યા છે કે કોમામાં છે તેને લઈને હજી અટકળો જ લગાવવામાં આવી રહી છે. કોઈને આ બાબતે સાચી માહિતી નથી. હવે કિમ જોંગ ઉન મામલે નવી અટકળોએ વેગ પકડ્યો છે.

ઉત્તર કોરિયાનાં સરકારી અખબારે તે વાત સ્વિકારી છે કે, કિમ જાદુઇ રીતે ગાયબ થઇ શકે નહી. અખબારે તે વાતની પૃષ્ટિ કરી છે કે, સત્તાધારી નેતાઓની પાસે એવો કોઇ જ જાદુ નથી કે જેના કારણે તેઓ સમયના અંતરને ઘટાડી શકે. કિમ જોંગ ઉન અને પૂર્વ સરમુખત્યાર કિમ જોંગ ઇલના શાસન દરમિયાન પણ આવો દાવો કરવામાં આવતો હતો.

એક મત અનુસાર આ વાતને જાહેર કરીને ગુપ્ત રીતે કામ કરનારી નોર્થ કોરિયન સરકારની હકુમત અને પોતાનાં નેતાઓ અંગે બનેલા મિથક અને ખોટી વાતોથી અખબારે છેડો ફાડ્યો છે. અગાઉ ઉત્તર કોરિયામાં અનેક પ્રકારની કાલ્પનિક કિસ્સાઓ અને અફવાઓ ફેલાવાતી હતી કે કિમનો પરિવાર ચુકીબોપમાં નિષ્ણાંત છે. ચુકીબોપ એક કોરિયન શબ્દ છે જેનો અર્થ છે ખુબ જ લાંબું અંતર કાપવું (અહીં આયુષ્યના અર્થમાં). નોર્થ કોરિયાનાં લોકો વચ્ચે આ વાતો એટલા માટે ફેલાવાતી હતી કે જેથી લોકો કિમ પરિવારનાં નેતાઓની પુજા કરે. તેમનાંવિશ્વાસ રાખે.

જો કે સરમુખત્યાર કિમ જોંગ ઉનની પાર્ટી સાથે જોડાયેલા અખબારે આ વાતોને ફગાવી દેતા કહ્યું કે, એ વાત સાચી છે કે કોઇ પણ વ્યક્તિ અચાનક ગાયબ થઇ શકે નહી અને તો અંતરને ઘટાડીને ફરીથી પ્રકટ થઇ શકે. ઉત્તર કોરિયાનાંદરેક પગલા પર બારીકીથી નજર રાખનારા તેનાં પાડોશી દેશ દક્ષિણ કોરિયાનાં એક અધિકારીએ કહ્યું કે, હાલનાં શાનનું પોતાને ત્યાં રહસ્યથી પડદો ઉઠાવવાનું આ પગલું ધ્યાન ખેંચે છે.

છેલ્લા ઘણા દિવસથી કિમ જોંગ ઉન ગાયબ છે. તેઓ ગંભીર રૂપે બિમાર છે કે પછી મૃત્યું પામ્યા છે તે હજી સુધી સ્પષ્ટ નથી. દેશવાસીઓને પોતાનાં નેતાઓનાં ખોટા અફવાઓમાંથી બહાર રહેવાની અપીલ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અરજદારો મુશ્કેલીમાં મુકાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન