ભાગી રહેલા ઉ.કોરિયાના સૈનિકના શરીરમાં 40 ગોળીઓ ધરબી દેવાઈ - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ભાગી રહેલા ઉ.કોરિયાના સૈનિકના શરીરમાં 40 ગોળીઓ ધરબી દેવાઈ

ભાગી રહેલા ઉ.કોરિયાના સૈનિકના શરીરમાં 40 ગોળીઓ ધરબી દેવાઈ

 | 3:52 pm IST

પોતાની જેમ બહુ જ દુર્લભ અને નાટકીય મામલામા એક ઉત્તર કોરિયાઈ સૈનિકને તેના સાથીઓએ જ ગોળી મારીને મારી નાખ્યો. રિપોર્ટ અનુસાર, સૈનિક પોતાનો દેશ છોડીને ઉત્તર કોરિયાની સીમામા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પનમુંજોમ સીમાના સંઘર્ષ વિરામ ગામ પર નજર રાખનારી અમેરિકા નીત યુનાઈટેડ નેશન્સ કમાન (યુએનસી)એ જણાવ્યું કે, ગાડીમાં સવાર સૈનિક બે કોરિયાઈ દેશોને અલગ કરનારી કડક સુરક્ષા સાથેની સૈન્ય સીમા રેખાની પાસે પહોંચી ગયો હતો. તેને અનેક ગોળીઓ લાગી હતી.

તે પોતાના વાહનમાંથી ઉતર્યો અને દક્ષિણની સીમા તરફ ભાગવા લાગ્યો. આ દરમિયાન ઉત્તર કોરિયાઈ સૈનિકોએ તેના પર ગોળીઓ વરસાવી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાની સીમા સુરક્ષાદળોએ ઓછામાં ઓછી 40 ગોળીઓ એ સૈનિકમાં ધરબી દીધી હતી. હાલ આ સૈનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.