North-West Delhi BJP MP Udit Raj Change Name Chowkidar
  • Home
  • Election 2019
  • ભાજપના આ નેતા એવા રિસાયા કે એક જ ઝાટકે ‘ચોકીદાર’માંથી બની ગયા ડૉક્ટર

ભાજપના આ નેતા એવા રિસાયા કે એક જ ઝાટકે ‘ચોકીદાર’માંથી બની ગયા ડૉક્ટર

 | 2:29 pm IST

દિલ્હીની ઉત્તર પશ્ચિમની બેઠક પરથી ટિકિટ કપાતા જ ઉદિત રાજની કમાન છટકી છે. તેઓ એક ઝાટકે જ ‘ચોકીદાર’માંથી ડોક્ટર બની ગયા છે. ઉદિત રાજના બદલે દિલ્હીની ઉત્તર પશ્ચિમની બેઠક પરથી જાણીતા સિંગર હંસરાજ હંસને ટિકિટ આપવામાં આવી છે. આમ ટિકિટ કપાતા જ ઉદિત રાજે ચોકીદાર શબ્દ હટાવી દીધો છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોતાના નામ આગળ ચોકીદાર લખ્યું હતું. ત્યાર બાદ ભાજપના મોટા ભાગના નેતાઓએ પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો.

છેલ્લા ઘણા દિવસથી ઉદિત રાજની ટિકિટને લઈને સંસય હતું. ભાજપે દિલ્હીની 7 માંથી 6 બેઠકો પર ટિકિટની જાહેરાત કરી દીધી હતી. પરંતુ ઉદિત રાજની બેઠકને લઈને જ કોઈ જ જાહેરાત કરી નહોતી. પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા જ દિવસે જ ભાજપે જાણીતા ગાયક હંસરાજ હંસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ પત્તુ કપાતા જ ઉદિત રાજે પોતના નામ આગળ લાગેલો શબ્દ પણ હટાવી લીધો હતો. હવે તેઓ ફરી એકવાર ડૉક્ટર ઉદીત રાજ બની ગયા છે.

આજે સવારે જ અકળાયેલા ઉદિત રાજે ભાજપને ખુલી ધમકી આપતા કહ્યું હતું કે, જો ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો પાર્ટી છોડી દેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આજે જ ઉમેદવારીપત્ર ભરશે. તેમણે કહ્યું હતું કે, હું કઈ પાર્ટીમાં જઈશ તેનો ખુલાસો બાદમાં કરીશ.

ઉદિત રાજે કહ્યું હતું કે, હું કઈ પાર્ટીમાં જઈશ, તેનો ખુલાસો બાદમાં કરીશ. હાલ મેં મારા સમર્થકોને બોલાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉદિત રાજ ભારતીય જનતા પાર્ટીને અલવીદા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન