એક્ઝિટ પોલ: જાણો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કોની સરકાર! - Sandesh
  • Home
  • India
  • એક્ઝિટ પોલ: જાણો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કોની સરકાર!

એક્ઝિટ પોલ: જાણો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કોની સરકાર!

 | 12:36 am IST

પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. બંને રાજ્યોમાં 59-59 સીટો માટે મતદાન ચાલી રહ્યું છે. બંને વિધાનસભા ચૂંટણીના મતદાન નીચે પ્રમાણે છે.

ત્રિપુરામાં ડાબેરીઓની 25 વર્ષ જુની સરકારને ઊથલાવવામાં બીજેપી સફળ થઈ શકે છે. એક્ઝિટ પોલ મુજબ બીજેપી ત્રિપુરામાં 60માંથી 35થી વધુ બેઠકો મળી શકે છે. જ્યારે નાગાલેન્ડમાં પણ બીજેપીને સત્તા મળી શકે છે. જાણો ત્રણેય રાજ્યોમાં ચૂંટણી બાદ એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે.

મેઘાલયમાં પણ બીજેપીને ફાયદો મળશે તેવું દેખાઈ રહ્યું છે. એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં અનુમાન છે કે બીજેપી 60 બેઠકો ધરાવતી વિધાનસભામાં અડધી એટલે કે 30 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20 બેઠકો મળી શકે તેવું અનુમાન છે. જ્યારે કોનાર્ડ સંગમાની આગેવાની વાળી એનપીપી(નેશનલ પીપલ્સ પાર્ટી)ને ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલમાં 23-27 બેઠકો મળી શકે છે.

ત્રિપુરા
એક્સિસ માઈ ઈન્ડિયા – ન્યૂઝ 24
BJP+IPFT = 45-50
ડાબેરી = 9-10

ન્યૂઝ એક્સ
BJP+IPFT = 35-45
ડાબેરી = 14-23
congress = 0

સીવોટર
BJP+IPFT = 24-32
ડાબેરી = 26-34
congress = 0-2

નાગાલેન્ડ
ન્યૂઝ એક્સ
BJP ગઠબંધન = 27-32
congress = 0-2
NPF = 20-25

સીવોટર
BJP ગઠબંધન = 25-21
congress = 0-4
NPF = 19-25

મેઘાલય
એક્સિસ માઈ ઈન્ડિયા-ન્યૂઝ24
BJP = 30
congress = 20
PDF = 3
NCP = 2
અન્ય = 4

ન્યૂઝ એક્સ
BJP = 8-12
congress = 13-17
NPP = 23-27

સીવોટર
BJP = 4-8
congress = 13-19
NPP = 17-23