Not Contest Since I Already have Contested 14 Times in The Past
  • Home
  • Election 2019
  • 14 વખત ચૂંટણી લડનારા શરદ પવારની મોટી જાહેરાત, નહીં લડે આગામી લોકસભાની ચૂંટણી

14 વખત ચૂંટણી લડનારા શરદ પવારની મોટી જાહેરાત, નહીં લડે આગામી લોકસભાની ચૂંટણી

 | 5:54 pm IST

રાજકારણી રમતના માસ્ટરમાઇન્ડ શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી લડવા જઇ રહ્યા નથી. આ મામલે તેના દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. એનસીપીના નેતા સરદ પવાર આ મામલે નિવેદન આપતા જણાવે છે કે મારા પરિવારના બે સભ્યો ચૂંટણી લડી રહ્યા છે, માટે હું આ વખતે ચૂંટણીના મેદાનમાંથી બહાર રહેવાનો નિર્ણય લઉં છું. તમને જણાવી દઇએ કે શરદ પવાર અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી લડી ચૂક્યા છે.

પવાર હાલમાં રાજ્યસભાના સભ્ય છે. આ પહેલા પણ નેતા દ્વારા ચૂંટણી નહીં લડવાને લઇને જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વચ્ચે તેમણે પોતાનો નિર્ણય બદલ્યો હતો. જોકે ફરી એકવાર એનસીપીના નેતાએ જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં મેદાન પર ઉતરશે નહીં. અગાઉ એવી વાતો પણ ખૂબ ચર્ચામાં રહી હતી કે પવારને વડાપ્રધાન બનવાની ઇચ્છા છે જોકે તેઓ આ વાતનું હંમેશાં ખંડન કરતા રહ્યા છે.

મહારાષ્ટ્રની 2 સીટ પર રહેશે લોકોની નજર

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ લોકોની નજર મહારાષ્ટ્રની બે લોકસભા સીટ પર રહેશે. લોકસભાની ચૂંટણી દરમિયાન નાગપુર અને સોલાપુર સીટ પર લોકોની નજર રહેશે. આ સીવાય પાર્ટીના સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ વર્ષ 2014માં પહેલીવાર લોકસભાની ચૂંટણી હારેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે પણ કોંગ્રેસ તરફથી ફરી વખત ચૂંટણી લડી શકે તેમ છે.

જ્યારે આ સીવાય નાગપુર સીટ પર પણ લોકોની નજર રહેશે, હાલ અહીંથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ અહીંથી જ ચૂંટણી લડી શકે તેમ છે. ભાજપના પૂર્વ સાંસદ નાના પટોલ પણ આ સીટ પર કોંગ્રેસ તરફથી ગડકરીને ટક્કર આપી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન