Not giving apples for free, Nikol police hit pregnant woman at Ahmedabad
  • Home
  • Ahmedabad
  • મફતમાં સફરજન નહીં આપતા નિકોલ પોલીસે સગર્ભાને ફટકારી,HCના આદેશ બાદ ફરિયાદ

મફતમાં સફરજન નહીં આપતા નિકોલ પોલીસે સગર્ભાને ફટકારી,HCના આદેશ બાદ ફરિયાદ

 | 9:15 am IST
  • Share

  • મહિલાએ પુરાવા સાથે રિટ કરતા હાઇકોર્ટે નિકોલ પોલીસની ઝાટકણી કાઢી

  • મહિલા અને તેના પરિવાર પર લાઠીચાર્જ કર્યો, રાયોટિંગનો ગુનો નોંધીને ફરી માર્યા

  • પોલીસની ગુંડાગીરી સામે સ્થાનિક વેપારીઓ પરેશાન

     

નિકોલમાં મફતમાં ફ્રૂટ આપવાની ના પાડતા નશામાં ધૂત પોલીસ કર્મચારીઓએ ગર્ભવતી મહિલાને માર માર્યો હતો અને નિકોલ પોલીસે ગર્ભવતી મહિલાની ફરિયાદ પણ નોંધી ન હતી. મહત્વનું છે કે, પૂર્વ વિસ્તારમાં વેપારીથી લઇને સામાન્ય નાગરિકો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભ્રષ્ટ પોલીસકર્મીઓ દિવસ પડતાની સાથે જ વેપારીઓને હેરાન પરેશાન કરીને પૈસાની માંગણીઓ શરૂ કરી દે છે.

જો વેપારીઓ પૈસા ન આપે તો પોલીસ તેને દાઝમાં રાખીને ગમે ત્યારે ખોટા કેસમાં ફસાવીને માર મારે છે. આ ઉપરાંત દિવાળી નજીક આવતાં જ પૂર્વ વિસ્તારમાં અનેક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓએ વેપારીઓ, લારી-ગલ્લાં, ખાણીપીણીની દુકાનો પરથી દિવાળી બોનસના નામે ઉઘરાણાં શરૂ કર્યા છે. આ સાથે જ દર મહિને આ જ ભ્રષ્ટ પોલીસ કર્મીઓ મફતમાં વેપારીઓના ત્યાંથી ચીજવસ્તુ લઇ જતાં હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો