Not having Adult intercourse but masturbating gives female benefits
  • Home
  • Featured
  • સંભોગ નહીં પરંતુ હસ્તમૈથુન કરવાથી મહિલાઓને થાય છે આટલા બધા ફાયદા

સંભોગ નહીં પરંતુ હસ્તમૈથુન કરવાથી મહિલાઓને થાય છે આટલા બધા ફાયદા

 | 3:30 pm IST

મહિલાઓના હસ્તમૈથુનને લઈને લોકોમાં અલગ વિચારો હોય છે. એક સર્વ પ્રમાણે, 18 વર્ષથી વધુ ઉંમરની મોટાભાગની મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત હસ્તમૈથુન કરે છે, પરંતુ કેટલીક મહિલાઓ નિયમિતપણે કરે છે. જ્યારે 25 અને 29 વર્ષની વય વચ્ચેની માત્ર 7.9 ટકા મહિલાઓ અઠવાડિયામાં બે વખત હસ્તમૈથુન કરે છે.

ડોક્ટરોના મતે, હસ્તમૈથુનથી કોઈ નુકસાન થતું નથી, ઉલ્ટાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હસ્તમૈથુન કરવાથી સારી ઊંઘ આપે છે, જે તમને તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને રાહત આપે છે. હકીકતમાં, તે તમને ભાવનાત્મક અને શારીરિક આરામ આપવામાં મદદ કરે છે.

ઓર્ગજમ તમારા શરીરમાં ઓક્સિટોક્સિનની માત્રામાં વધારો કરે છે, અને તે કોર્ટીસોલ જેવા હોર્મોન્સ ના ઉત્પાદન ને ઓછું કરે છે. આ તમારી ચામડીની બળતરા ઘટાડે છે અને ચામડી પેહલા કરતા વધુ સારી થઈ જાય છે.

જ્યારે તમે ઓર્ગઝમ મેળવો છો, ત્યારે તમારા શરીરમાં ઓક્સિટોક્સિન નામના હોર્મોનનું સ્રાવ વધે છે, જે તણાવ અને ડિપ્રેસન સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમારા પર ખૂબ જ ભાર આવે છે, ત્યારે તમારા શરીરમાં કોર્ટીસોલ હોર્મોનની માત્રા વધે છે અને હસ્તમૈથુન કરવાથી તેની માત્રામાં ઘટાડો શરુ થાય છે અને તમે પેહલા કરતા શાંતિ અને તણાવ મુક્ત થઈ જાવ છો.

હસ્તમૈથુન તમને આરામ આપે છે. તે સેક્સુઅલ તણાવ અને તણાવથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે, જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન