Health tips diabetic patient avoid these foods too not just sugar
  • Home
  • Featured
  • ફક્ત ખાંડ નહી, આ વસ્તુઓ પણ વધારે છે શુગર લેવલ રાખો તકેદારી

ફક્ત ખાંડ નહી, આ વસ્તુઓ પણ વધારે છે શુગર લેવલ રાખો તકેદારી

 | 11:14 am IST

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દુનિયાભરમાં ખુબજ ઝડપથી વધી રહી છે. જ્યારે ડાયાબિટીસ કંટ્રોલથી બહાર જાય તો હૃ઼દયરોગ, કિડની, આંખોની બીમારી જેવા રોગ થાય છે. આ બધામાં સૌથી જરૂરી છે શુગર લેવલને કંટ્રોલ કરવુ. જે માટે ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ બતાવીશુ જેનાથી શુગર લેવલ વધી જાય છે. યાદ રાખો ડાયાબિટીસને ડાયટમાં કંટ્રોલ કરવાની સાચી પદ્ધતિ. જેને ડાયટમાં સમાવેશ કરવાથી શુગર લેવલ ઓછુ કે વધારી શકાશે.

શુગર લેવલ કેટલું હોવું જોઈએ?

બ્લડ શુગરનું ચેકઅપ હંમેશા ખાલી પેટે કરવું જોઈએ. આ માટે 8 કલાક ભૂખ્યા રહેવુ જોઈએ.ખાલી પેટે બ્લડ શુગરનું લેવલ 70થી 110 mg/dl હોય છે અને જમ્યા પછી શુગરની માત્રા 140થી 160 mg/dl હોવી જોઈએ.

આ વસ્તુઓથી દૂર રહો

ફળ પ્રાકૃતિક શુગરનો સ્ત્રોત હોય છે. પણ કેટલાક ફળો સુકાઈ જવાથી તેની સામગ્રી ખોઈ બેસે છે તેમાં ફક્ત શુગર અને કાર્બોહાઈડ્રેટ રહી જાય છે. આનું સેવન શુગર લેવલ વધારીને સમસ્યા ઉભી કરે છે. આમાટે શ્રેષ્ઠ વિકલ્પ છે તમે તાઝા ફળોનું સેવન કરો.

ફ્લેવર્ડ દહીં

ડાયાબિટીસના દર્દીઓએ ફ્લેવર્ડ દહીનું સેવન કરવું જોઈએ નહી. સાદા દહીમાં પ્રોબાયોટિસ્ક હોય છે, જે શુગરને કંટ્રોલમાં રાખે છે. ફ્લેવર્ડ દહીંમા આનું પ્રમાણ હોતુ નથી. જે શુગરની માત્રા વધારી દે છે. જો કે ટાઈપ-2ના દર્દીઓએ આનું સેવન કરવાથી ફાયદો થશે.

વ્હાઈટ પાસ્તા

વ્હાઈટ પાસ્તાનું સેવન શરીરમાં શર્કરાને વધારી દે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાન કારક છે. આ સિવાય ચિપ્સ, કુકીઝ, પીનટ બટર જેવા પેકેજ્ડ ટ્રાંસ ફ્રંટ ફુડ પણ ખુબજ નુકસાન કરે છે. મધ અને નેચરલ શ્યુગર સ્વીટવનર્સ જરૂરી છે તે બ્લડ શુગર વધારવામાં કામ કરશે.

નાસ્તામાં અનાજ

અનાજ (Breakfast Cereals) રોજબરોજના નાસ્તાઓ ખુબજ મહત્વપૂર્ણ ભાગ છે. જો તેમાં વધારે પડતુ શુગર લેવામાં આવે તો તે ખુબજ હાનીકારક છે. અનાજમાં એવી વસ્તુઓનું સેવન કરો કે જેમાં આ તમામનો ફાયદો થશે.

નાસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઓછી ચરબી અને વિટામીન, કેલ્શિયમ, આયર્ન જેવાં ખનિજો અને ફાયબર જેવા ન્યુટ્રિઅન્ટ્સનું હેલ્ધી અને સારું કોમ્બિનેશન હોવું જોઈએ, જેથી પછીના ખાણા સુધી એનર્જેટિક રહી શકાય. સવારે ભૂખ્યા રહેવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને પછી અનહેલ્ધી નાસ્તો કે જમવામાં વધારે ખાવાથી વજન ઊલટાનું વધી જાય છે.

તેથી, સવારના ઊઠ્યા પછી 30 મિનિટ્સથી 1 કલાકની અંદર, દિવસની કુલ કેલરી પૈકી 250-300 કેલરીનો હેલ્ધી નાસ્તો ખાવા માટે સલાહ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન