Not only for worship, it is beneficial for the body's diseases.
  • Home
  • Featured
  • માત્ર પૂજા માટે જ નહીં, શરીરની આ બીમારીઓ માટે ફાયદાકારક છે ‘ધરો’

માત્ર પૂજા માટે જ નહીં, શરીરની આ બીમારીઓ માટે ફાયદાકારક છે ‘ધરો’

 | 10:45 am IST

જે લોકો હંમેશા તનાવમાં રહે છે એવા લોકો ધરોના ઘાસને પીસીને તેનો લેપ તેમના પગમાં લગાવે છે એવું કરવા પર મગજને ઠંડક મળે છે અને મગજની બેચેની શાંત થઇ જાય છે. તે સિવાય જે લોકોને રોજ માથાનો દુખાવો રહેતો હોય તે લોકોએ ઘાસ પીસીને તેમા થોડોક ચૂનો મિક્સ કરી લેવો જોઇએ. તે બાદ આ મિશ્રણને તમે માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવામાં આરામ મળે છે. તે સિવાય ધરોના ઘણા લાભ થાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા યોગ્ય રાખવા માટે ધરો ઘાસ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમા એન્ટી-વાયરલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ રહેલા છે. જેના કારણે તે કોઇપણ બીમારીથી લડવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. તે સિવાય તે અનિદ્રા, થાક અને તનાવ જેવા રોગો માટે પણ અસરકારી ઉપાય છે. તેની સાથે જ ધરો મચ્છરજનિત મલેરિયા રોગના ઉપચાર માટે લાભદાયી છે. ધરોના રસમાં અતીસના ચૂર્ણને મિક્સ કરીને દિવસમાં બે વખત ચાટવાથી મલેરિયા જેવા રોગમાં ખૂબ લાભ થાય છે.

તે સિવાય સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે ધરોનું સેવન ખૂબ લાભદાયી હોય છે તેની સાથે જ તેના ઉપયોગથી મહિલાઓ સંબંધી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે લ્યૂકોરિયા, યુરીન ઇન્ફેક્શન સહિતનો ઉપચાર કરી શકાય છે. ધરો ઘાસને લીલી લોહી પણ કહેવામાં આવે છે તે લોહી વધારવા માટે ખૂબ ઉપયોગી છે. એનીમિયાના રોગમાં તેનો રસ પીવાથી ખૂબ ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન