Not Only Idira But Rajiv, Pawar And Balasaheb Also Met Karim Lala
  • Home
  • Featured
  • કરીમ લાલાનાં પરિવારનો ઘટસ્ફોટ, કહ્યું- ઇન્દિરા જ નહીં, રાજીવ ગાંધી પણ આવતા હતા મળવા

કરીમ લાલાનાં પરિવારનો ઘટસ્ફોટ, કહ્યું- ઇન્દિરા જ નહીં, રાજીવ ગાંધી પણ આવતા હતા મળવા

 | 9:39 pm IST

શિવસેના સાંસદ સંજય રાઉતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઇને આપવામાં આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં આરોપો-પ્રત્યારોપોનો સમય શરૂ થઈ ગયો છે. સંજય રાઉત પોતાના નિવેદન પર માફી માંગી ચુક્યા છે, પરંતુ હવે કરીમ લાલાનાં પરિવારનું નિવેદન સામે આવ્યું છે. કરીમ લાલાનાં પૌત્ર સલીમ ખાન અને એક સંબંધી જાહનઝેબ ખાને સંજય રાઉતનાં નિવેદનનો જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે તે જમાનામાં કરીમ લાલાને અનેક લોકો મળતા હતા. આ લોકોમાં નેતા, ફિલ્મ જગતથી જોડાયેલા લોકો-તમામ પ્રકારનાં લોકો સામેલ હતા.

શરદ પવાર અને બાલાસાહેબને પણ મળ્યા છે

તેમણે જણાવ્યું કે કરીમ લાલા ફક્ત ઇંદિરા ગાંધીને જ નથી મળ્યા. તેઓ રાજીવ ગાંધી, શરદ પવાર અને બાલા સાહેબ ઠાકરેને પણ મળ્યા છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાત ક્યારેય પણ મુંબઈનાં અમારા ઘરમાં નથી થઈ. તેમણે કહ્યું કે, “સંજય રાઉતનાં નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. તે કંઇક બીજું બોલી રહ્યા છે, પરંતુ લોકોએ તેમના નિવેદનને ખોટી રીતે લીધું છે.” આ બંનેએ જણાવ્યું કે ઓળખ જ એવી હતી કે તમામ લોકો તેમને મળવા આવતા હતા.

રાઉતે માફી માંગી અને ઇન્દિરા ગાંધી પર કરેલી ટિપ્પણી પાછી લીધી

શિવસેના નેતા સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ગેંગસ્ટર કરીમ લાલા સાથે મુલાકાતવાળી ટિપ્પણી ગુરૂવારનાં પાછી લઇ લીધી. રાઉતે પોતાનું નિવેદન પરત લેતા કહ્યું કે, “મુંબઈનાં ઇતિહાસની સમજ ના રાખનારાઓએ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું છે અને કરીમ લાલા પઠાણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા તેથી સોનિયા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી હતી.”

ફડણવીસે કૉંગ્રેસ પર કર્યા પ્રહાર

કૉંગ્રેસનાં નેતા મિલિંદ દેવડા અને સંજય નિરુપમે રાઉતનાં નિવેદનની ટીકા કરી અને તેમને નિવેદન પરત લેવાની માંગ પણ કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ગેંગસ્ટર કરીમ લાલા સાથે મુલાકાત વિશે શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્પણીને લઇને ઉઠેલા વિવાદની વચ્ચે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રશ્ન ઉઠાવ્યો કે,

“હું પ્રશ્ન પુછવા ઇચ્છુ છું કૉંગ્રેસ પાર્ટીને કે શું આ સત્ય છે કે ઇન્દિરા ગાંધી તે સમયે કુખ્યાત ડૉન જે દેશનો દુશ્મન હતો, અંડરવર્લ્ડનો ચીફ મનાતો હતો એવા કરીમ લાલાને મળવા જતા હતા? શું કૉંગ્રેસ અંડરવર્લ્ડનાં ભરોસે તે સમયે ચૂંટણી જીતતી હતી? શું કૉંગ્રેસને અંડરવર્લ્ડ પાસેથી આર્થિક મદદ મળતી હતી? શું કૉંગ્રેસને મસલ પાવરની જરૂર તે સમયે હતી, તેથી આ પ્રકારની મુલાકાતો થતી હતી?”

આ વિડીયો પણ જુઓ: નિવેદનોથી દુર થશે ભ્રષ્ટાચાર ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન