Not only the girls, the youth can also take it as handsome
  • Home
  • Fashion & Beauty
  • માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ આ રીતે લાગી શકે છે હેન્ડસમ

માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ આ રીતે લાગી શકે છે હેન્ડસમ

 | 12:58 pm IST

આપણામાંથી ઘણા લોકો સુંદર દેખાવવાની કોશિશમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ આ કઇ કરવાની જરૂર નથી. કેટલાક સહેલા ઉપાયથી તમે તમારી પર્સનાલીટી અને લુક્સને આકર્ષક બનાવી શકો છો. એટલું જ નહીં સુંદર દેખાવવામાં યુવતીઓ જ નહીં યુવકો પણ અવનવી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા રહે છે. તો આજે અમે તમને જણાવીશુ કે યુવકો પણ યુવતીઓની જેમ સ્માર્ટ બની શકે છે આવો જોઇએ કેટલાક સહેલા એવા ઉપાય…

– સ્માર્ટ દેખાવવા તમે તમારા ચહેરાને હંમેશા સાફ કરવાની કોશિશ કર્યા કરે છે. ચહેરો ધોવા માટે ઠંડા પાણી અને ફેસવોશનો ઉપયોગ કરો.
– ચહેરો ધોવા માટે ઠંડા પાણી અને ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ.
– તે સિવાય જો તમે ઓફિસ કે તડકા કે બહારથી આવો તો ઘરમાં આવવા પર ચહેરો ખાસ ધોવો જોઇએ.

આ ઉપાય થશે અસરકારક સાબિત
– ત્વચાના સ્વાસ્થ્ય અને ચમક માટે શરીરમાં પાણીનું પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે. જેથી સંભવ હોય તો વધારે પાણી પીવું જોઇએ. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાથી તમને તમને વિશેષ લાભ થઇ શકે છે. પાણીનું પૂરતુ પ્રમાણ શરીરની અંદરની ગંદકી બહાર નીકાળવામાં મદદ કરે છે.

– શેવિંગ બાદ યુવકોએ હંમેશા મોઇશ્ચરાઇજર ક્રીમ લગાવો. જેનાથી ત્વચામાં ભેજ યથાવત રહે છે. જો તમે તડકામાં બહાર નીકળો તો ચહેરા પર સનસ્ક્રીન લગાવીને બહાર નીકળવું જોઇએ.

– પુરૂષોને ચહેરાની સ્વચ્છતામાં શેવિંગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કોશિશ કરો કે શેવિંગ માટે તમે તમારી પર્સનલ કિટનો ઉપયોગ કરો.

– રાતે સૂતા પહેલા પણ ચહેરો ધોઇ લો. તેનાથી તમે ફ્રેશ ફીલ કરશો અને ચહેરો પણ સાફ રહેશે.

– જેથી ચહેરા પર ખીલ તેમજ ડાઘ-ધબ્બા થવાની સમસ્યા ઓછી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન