પાક.ના છએક માત્ર શીખ પોલીસને માર મારી ઘરમાંથી કાઢી મૂકાયા - Sandesh
  • Home
  • Newspaper
  • પાક.ના છએક માત્ર શીખ પોલીસને માર મારી ઘરમાંથી કાઢી મૂકાયા

પાક.ના છએક માત્ર શીખ પોલીસને માર મારી ઘરમાંથી કાઢી મૂકાયા

 | 4:27 am IST

લાહોર :

પાકિસ્તાનમાં એક માત્ર શીખ પોલીસ અધિકારી ગુલાબસિંહ સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. ગુલાબસિંહે આરોપ મૂક્યો હતો કે, કેટલાક સરકારી અધિકારીઓએ તેમને પરિવાર સહિત ઘરમાંથી કાઢી મૂક્યો છે. તેમના વાળ ખેંચવામાં આવ્યા અને પાઘડી પર પહેરવા દેવામાં ન આવી. પત્ની અને ત્રણ દીકરાઓ સામે માર મારવામાં આવ્યો હતો. બુધવારે આ મામલો સામે આવ્યો હતો. સરકારી અધિકારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, તે પાકિસ્તાનમાંથી શીખોને કાઢી મૂકવાનું કાવતરું કરે છે.

આ કારણોસર ગુલાબસિંહને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જોકે, ગુલાબસિંહે જણાવ્યું હતું કે, તેઓ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હતા. ગુલાબસિંહે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૪૭થી મારો પરિવાર પાકિસ્તાનમાં રહે છે. કોમી હુલ્લડ બાદ પણ અમે દેશ છોડયો નથી.

પાક.માં શીખો સાથે ગેરવર્તણૂક ન થવી જોઈએ 

ગુરુદ્વારા કમિટી અને ઇવેક્યુ બોર્ડના કરાર પ્રમાણે પાકિસ્તાનમાં રહેતા શીખો સાથે કોઈ પ્રકારની ગેરવર્તણૂક ન થવી જોઈએ. એવી સ્પષ્ટતા કરાઈ છે.તેમ છતાં આવું કરાયું છે. ગુલાબસિંહે ઉમેર્યું કે, હું કોર્ટમાં માનહાનિનો દાવો માંડીશ. ગુનેગાર જેવી વર્તણૂક કરવામાં આવી છે.