Not satisfied with steps taken by UP govt in Lakhimpur Kheri Case
  • Home
  • Featured
  • લખીમપુર કાંડ: આશિષ મિશ્રાના પ્રશ્ન પર હરીશ સાલ્વે ને ‘છૂટી ગયો પરસેવો’

લખીમપુર કાંડ: આશિષ મિશ્રાના પ્રશ્ન પર હરીશ સાલ્વે ને ‘છૂટી ગયો પરસેવો’

 | 2:33 pm IST
  • Share

  • લખીમપુર ખીરી કાંડને લઇ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનવણી થઇ

  • 302 તો પછી આશિષ મિશ્રાની તરત ધરપકડ કેમ નહીં? SCના પ્રશ્નનો જવાબ જ ના આપી શકયા સાલ્વે

  • લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં યુપી સરકારની તરફથી ઉઠાવામાં આવેલા પગલાંથી કોર્ટ સંતુષ્ટ નથી

લખીમપુર ખીરી કાંડને લઇ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનવણી થઇ. આ દરમ્યાન યુપી સરકારની તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે એ દલીલ કરી. સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારની તરફથી ઉઠાવામાં આવેલા પગલાં પર અસંતુષ્ટિ વ્યકત કરતા ખખડાવ્યા. હવે આગળની સુનવણી 20 ઑક્ટોબરના રોજ થશે. શિવ કુમાર ત્રિપાઠી અને સીએસ પાંડા નામના બે વકીલોના પત્રને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ કેસ પર સુનવણી કરી હતી. કોર્ટે યુપી સરકાર પાસે જવાબ માગ્યો હતો કે કેસમાં તપાસ અત્યાર સુધીમાં કયાં પહોંચી છે. કયા-કયા આરોપી છે અને અત્યાર સુધી તેમની ધરપકડ કેમ થઇ નથી. આવો જાણીએ આજની સુનવણી દરમ્યાન શું દલીલો થઇ.

સુનવણીમાં કોણે શું દલીલ કરી

ગોળી પર સાલ્વેની દલીલ અને CJIનો પ્રશ્ન

સુપ્રીમ કોર્ટમાં યુરી સરકારનો પક્ષ મૂકતા પ્રખ્યાત વકીલ હરીશ સાલ્વે એ દલીલ કરી કે લખીમપુર ખીરીમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી લાગવાની વાત આવી નથી. પોલીસે ત્યાં બે કારતૂસ ચોક્કસ મળ્યા છે. શકય છે કે આરોપીઓની કોઇ ખોટી મંશા રહી હોય. તેના પર ચીફ જસ્ટિસે સાલ્વેને પ્રશ્ન કરતાં કહ્યું કે તો શું આરોપીઓને કસ્ટડીમાં ના લેવાનું આ જ કારણ હતું?

કોર્ટે કહ્યું કે તેઓ લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં યુપી સરકારની તરફથી ઉઠાવામાં આવેલા પગલાંથી સંતુષ્ટ નથી.

મર્ડરની કલમ છે, બાકી કેસની જેમ ડ ટ્રીટ કેમ ના કર્યો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પૂછયું કે આરોપ 302 (હત્યા)નો છે. તમે તેને પણ એવી જ રીતે ટ્રીટ કરો જેવી રીતે બાકીના કેસોમાં મર્ડર કેસમાં આરોપીની સાથે ટ્રીટ કરાય છે. કોર્ટે કહ્યું કે એવું નથી હોતું કે પ્લીસ આવી જાઓ નોટિસ કરાઇ છે. પ્લીસ આવો.

એવું કયાં હોય છે કે મર્ડરના આરોપીને પૂછવામાં આવે કે પ્લીસ તમે આવી જાઓ: સુપ્રીમ કોર્ટ

તેના પર સાલ્વે એ કહ્યું કે આ 302નો કેસ હોઇ શકે છે. બેન્ચે હેરાનીથી પૂછયું કે 302 હોઇ શકે છે? હોઇ શકે છે? ચીફ જસ્ટિસે કહ્યું કે સ્થળ પર સાક્ષી છે ચીફ જસ્ટિસે કહ્યું કે અમારો મત છે કે જયાં 302નો આરોપ છે ત્યાં ગંભીર કેસ છે અને આરોપીની સાથે એવું વર્તન થવું જોઇએ જેવું બાકીના કેસોમાં આવા આરોપીઓની સાથે થાય છે. શું બાકીના કેસોમાં આવા આરોપીઓને નોટિસ રજૂ કરવામાં આવે છે કે શું તમે પ્લીસ આવી જાઓ?

સરકારની કથની અને કરનીમાં અંતર : સુપ્રીમ કોર્ટ

તેના પર સાલ્વે એ કહ્યું કે આરોપ મૂકાયો હતો કે ગોળી મારવામાં આવી છે પરંતુ ગોળીની વાત પોસ્ટમોર્ટમમાં નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે શું આ ગ્રાઉન્ડ છે કે આરોપીને પકડી ના શકાય? કોર્ટના પ્રશ્ન પર સાલ્વે એ કહ્યું કે ના, કેસ ગંભીર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે બિલકુલ ગંભીર કેસ છે…પરંતુ કેસને એ રીતે દેખાતો નથી…અમે સમજીએ છીએ કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઇએ નહીં, કથની અને કરનીમાં ફરત દેખાઇ રહ્યો છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે સાધારણ સ્થિતિમાં 302 એટલે કે મર્ડર કેસમાં પોલીસ શું કરે છે. તે આરોપીની ધરપકડ કરે છે.

જસ્ટિસ સૂર્યકાંત: આરોપી કોઇપણ હોય કાયદાએ પોતાનું કામ કરવું જોઇએ.

સાલ્વે : જે પણ કમી છે તે આવતીકાલ સુધીમાં ઠીક થઇ જશે.

ચીફ જસ્ટિસે એ સમાચાર પર નારાજગી વ્યક્ત કરી જેમાં કહ્યું છે કે ચીફ જસ્ટિસ લખનઉમાં પીડિતાને મળવા ગયા હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે એ જાતે સમજવું જોઇ કે આવું કંઇ રીતે થઇ શકે છે…હું કોર્ટમાં છું. બેન્ચે કહ્યું કે યુપી સરકારે તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે પરંતુ અમે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાંથી સંતુષ્ટ નથી. અમે રજાઓ બાદ તરત 20મી ઑક્ટોબરના રોજ સુનવણી કરીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો