NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • નોટબંધી વચ્ચે પણ ચાલુ વર્ષે પોલિશ્ડ ડાયમંડમાં ૧૫ ટકા નિકાસવૃદ્ધિ રહેશે

નોટબંધી વચ્ચે પણ ચાલુ વર્ષે પોલિશ્ડ ડાયમંડમાં ૧૫ ટકા નિકાસવૃદ્ધિ રહેશે

 | 6:05 am IST

ટેક્સ્ટાઈલના તાણાં વાણાં:  રિદ્ધીશ સુખડિયા

નોટબંધીના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર વિપરીત અસરો થવાની બૂમરાણ ખોટી પુરવાર થઇ રહી છે. નોટબંધી વચ્ચે પણ ચાલુ વર્ષે પોલિશ્ડ ડાયમંડની નિકાસ અને રફ ડાયમંડની આયાતમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. છેલ્લા ત્રણ માસથી પોલિશ્ડ ડાયમંડની નિકાસનો ગ્રાફ નીંચે સરકી રહ્યો છે. આમ છતા ચાલુ નાણાંકીય વર્ષે ગત વર્ષની સરખામણીએ પોલિશ્ડ ડાયમંડની ટકાવારી ૧૦થી ૧૫ ટકા જેટલી વધુ રહેવાના સમીકરણો રચાયા છે.

૮ નવેમ્બરના રોજ અમલી બનેલી નોટબંધીના કારણે બે મહિના સુધી ટ્રેડિંગ કામકાજ ખોરવાયેલા રહ્યા હતા. જેને લઇને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડવાની ફરિયાદો ઊઠી હતી. જો કે, નોટબંધીની અસરો એકથી દોઢ મહિના પૂરતી સીમિત રહી હતી. ટ્રેડિંગ ઠપ રહ્યંુ હતું પરંતુ, પોલિશ્ડ મેન્યુફેકચરિંગ યથાવત્ રહ્યુ હતુ. ઉપરાંત પોલિશ્ડ ડાયમંડની નિકાસ પણ સામાન્ય ઘટાડા સાથે જળવાયેલી રહી હતી. ક્રિસમસ, વેલેન્ટાઇન ડે, ચાઇનીંઝ ન્યૂયર સહિતના પરિબળોને કારણે સારી રહેલી ખરીદી ઉપરાંત હોંગકોંગ શોના સારા પરિણામોને કારણે પોલિશ્ડ ડાયમંડ માર્કેટ ચમકી રહ્યું છે. ચાલુ વર્ષે પોલિશ્ડ ડાયમંડના એકસ્પોર્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ગત નાણાંકીય વર્ષ એપ્રિલ-૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ સુધીના અરસામાં પોલિશ્ડ ડાયમંડની નિકાસ રૂપિયા ૧,૩૫,૪૦૧.૨૩ કરોડ ( ૨૦૬૬૭.૭૯ મિલિયન ડોલર)ની કિંમતના ૩૩૫.૦૮ લાખ કેરેટ પોલિશ્ડ ડાયમંડની નિકાસ નોંધાઇ હતી. જે સામે ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલ-૧૬થી ફેબ્રુઆરી-૨૦૧૭ સુધીમાં જ રૂપિયા ૧,૪૦,૩૭૨.૧૨( ૨૦૯૧૫.૨૫ મિલિયન ડોલર)નુ એક્સ્પોર્ટ થઇ ચૂકયું છે. વર્ષના પ્રારંભમાં ૧૭થી ૨૦ ટકાના વૃદ્ધિદરે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ નોંધાઇ હતી. જો કે છેલ્લા ત્રણ માસ દરમિયાન પોલિશડ ડાયમંડનો નિકાસ વૃધ્ધિદર સરકી રહ્યો છે. ડિસેમ્બરમાં નોંધાયેલો ૧૭.૦૯ ટકાનો નિકાસ વૃદ્ધિદર જાન્યુઆરીમાં ૧૫.૮૨ અને ફેબ્રુઆરીમાં ૧૩.૯૬ ટકાએ પહોંચ્યો છે. સામાન્યતઃ યર એન્ડિંગમાં એટલે કે માર્ચ મહિનામાં નિકાસવૃદ્ધિદર ઊંચો રહેતો હોય છે. જે મુજબ ૧૭થી ૨૦ ટકા જેટલો ઊંચો નિકાસ વૃદ્ધિદર રહેવોનો અંદાજ હતો. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિમાં વર્ષાંતે તે ૧૫ ટકા આસપાસ રહેવાનુ અનુમાન છે. દરમિયાન તા. ૧૧મીથી કસ્ટમ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઈડીઆઈ (ઈલેક્ટ્રોનિક ડેટાઈન્ટરચેન્જ) સિસ્ટમના લીધે હીરાવાળાઓની મુશ્કેલી વધી ગઈ છે. સ્લો સિસ્ટમના લીધે છેલ્લાં એક મહિનાથી પાર્સલો મુંબઈ બંદર પર ક્લિયર થઈ રહ્યાં ન હોય અંદાજે ૫૦થી વધુ પાર્સલ અટવાઈ પડયા છે, જેની અસર નિકાસની ટકાવારી પર થવાની શકયતા છે.

સિન્થેટિક સ્ટોનની બમણી નિકાસ

ઇન્ડસ્ટ્રીમાં સિન્થેટિક સ્ટોનના આંકડાઓ પણ સ્કેનિંગ પર રાખવામાં આવી રહ્યા છે. સિન્થેટિક સ્ટોનની નિકાસ અને આયાતના આંકડા પણ રસપ્રદ છે. સિન્થેટીક સ્ટોનની નિકાસ ગતવર્ષની સરખામણીએ લગભગ ડબલ થઇ છે. એપ્રિલ-૧૫થી ફેબ્રુઆરી-૨૦૧૬ સુધીમાં રૂપિયા ૪૨૪.૬૭ કરોડની કિંમતના સ્ટોન એક્સ્પોર્ટ થયા હતા, જે સામે ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલ-૧૬થી ફેબ્રુઆરી-૨૦૧૭ના અરસામાં રૂપિયા ૮૩૭.૧૮ કરોડની કિંમતના સિન્થેટિક સ્ટોન નિકાસ થયા છે. રફ સિન્થેટિક સ્ટોનની વાત કરીએ તો, એપ્રિલ-૧૫થી ફેબ્રુઆરી-૧૬ સુધીમાં રૂપિયા ૩૬૦.૦૧ કરોડની કિંમતની આયાત હતી.

tables3