નોટબંધી છતાં પાછલાં વર્ષે લાર્જકેપ ઇક્વિટી ફંડોમાં ૪૦% સુધીનું રિટર્ન

77

દિલ્હી તા. ૧૬

નવેમ્બરમાં ડિમોનેટાઈઝેશન પછી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. તેના લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ થયું હતું. ઉપરાંત બેન્ચમાર્ક ઈન્ડેક્સના વાર્ષિક રિટર્નમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ લાર્જ કેપ ઈક્વિટી ફંડોએ ગત વર્ષે સરેરાશ રપ ટકા સુધીનું રિટર્ન આપ્યુ છે. તેમજ સ્મોલકેપ અને મીડકેપમાં પણ સારી તેજી જોવા મળી હતી.

લાર્જકેપ ઇક્વિટી ફંડો ટોચના મુખ્ય ૧૦૦ શેરોમાં રોકાણ કરે છે. અત્યારે લાર્જ કેપમાં પપ એક્ટિવ ફંડ સ્કિમ છે જેમાં એચડીએફસી ટોપ-ર૦૦, આઈસીઆઈસીઆઈ પ્રુુ. ફોક્સ્ડ બલ્યૂ ચીપ, યુટીઆઈ માસ્ટરશેર, એચડીએફસી ઈક્વિટી, ફ્રેન્કલિન ઈન્ડિયા અને ક્વોન્ટમ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૧૬માં ઇક્વિટી લાર્જકેપ કેટેગરીની તમામ સ્કીમમાં સૌથી એચડીએફસી ટોપ-ર૦૦ની નેટ એસેટ્સ વેલ્યૂ (NAV)માં ૪૦ ટકાનો વધારો થયો છે. તે પછી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ સિલેક્ટ લાર્જ કેપ ફંડમાં ૩૧.૬ર ટકા, ક્વોન્ટમ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડમાં ૩૧.પ૯ ટકા અને બરોડા પિનિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં ૩૧ ટકા વૃદ્ધિ જોવા મળી છે. ૧૦ ફેબ્રુઆરથી અત્યાર સુધીમાં  લાર્જકેપ ઈક્વિટી ફંડ્સએ જંગી રિટર્ન આપ્યુ છે. જેમાં જેએમ ઈક્વિટી ફંડ, DHFL, પ્રામેરિકા લાર્જ કેપ ફંડ સિરિઝ-૧, LIC MF- સેન્સેક્સમાં અનુક્રમે ૧૭.રર ટકા, ૧૮.૩પ ટકા અને ૧૮.૭૭ ટકા જેટલુ રિટર્ન મળ્યું છે.

લાર્જકેપ ઇક્વિટી ફંડોની સ્કીમનું મોટાપાયે હોલ્ડિંગ SBI, HDFC બેન્ક, ICICI બેન્ક, લાર્સન- ટુબ્રો, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, આઇટીસી, તાતા મોટર્સ અને HDFCમાં હોય છે.